પાકિસ્તાનમાં સેનાના ઉધામા, છતા લોકોએ ઇમરાનની પાર્ટીને મત આપ્યા

પાકિસાતન નેશનલ એસેમ્બલી ઇલેકશનનું મતદાન 8 ફેબ્રુઆરીએ થયું હતું, પરંતુ હજુ સુધી ત્યાં સરકાર બની શકી નથી. પાકિસ્તાન આર્મીની સતત દખલ અંદાજીને કારણે પાસાઓ પલટાઇ રહ્યા છે. પરંતુ એક વાત જોવા મળી રહી છે. આમીર્ની અનેક ઉધામા છતા લોકોએ ઇમરાન ખાનના ઉમેદવારોને ખોબા ભરી ભરીને મત આપ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ત્યારે જુદા જુદા કેસોમાં જેલમાં છે. ત્યાંની ચૂંટણી પંચે ઇમરાન ખાનને ચૂંટણી ચિહ્ન વાપરવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. ઇમરાન ખાનના બધા ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને 101 બેઠકો પર જીત મેળવી છે.

જ્યારે નવાઝ શરીફની પાર્ટીએ 75 અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ 54 બેઠકો જીતી છે. પાકિસ્તાનમાં કુલ બેઠકો 265 છે અને બહુમતી માટે 133 બેઠકો જીતવી જરૂરી છે. કોઇને બહુમતી મળી નથી, પરંતુ પાકિસ્તાનના લોકોએ સેનાના અનેક ઉધમા છતા ઇમરાન ખાનની પાર્ટીને મત આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp