રાહુલે પોતે જ હારની ભવિષ્યવાણી કરેલી, પિયુષ ગોયલે મોયે...મોયે.. વીડિયો શેર કર્યો

PC: ndtv.com

5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવ્યા પછી ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક જૂનો વીડો શોધી કાઢ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી ભૂલથી બોલી જાય છે કે કોંગ્રેસ જાય છે. પિયુષ ગોયલે આ વીડિયો X પ્લેટફોર્મ પર શેર કરીને લખ્યું છે કે રાહુલ ગાંધીની ભવિષ્ય વાણી સાચી પડી છે.

દેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણા સિવાય તમામ રાજ્યોમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતાઓના ઘણા મીમ્સ પણ ઘણી જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચેસ્થિ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક મીમ શેર કર્યો છે.

વાત એમ બની હતી કે હાલમાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીતનો દાવો કર્યો હતો. જો કે, આ સંબોધનમાં તેમની જીભ લપસી પડી હતી અને ભૂલથી કહ્યું હતું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સરકાર જઈ રહી છે. રાહુલનો કહેવાનો મતલબ હતો કે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની સરકાર બની રહી છે.

રાજસ્થાન અને છત્તીસગઢ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પરંતુ પરિણામો જાહેર થયા તેમાં બંને રાજ્યોમા કોંગ્રેસે સરકાર ગુમાવી. એટલે પિયુષ ગોયલે એ વીડિયો શોધીને મજા લીધી છે.

તાજેતરમાં જ 5 રાજ્યો મિઝોરમ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી મિઝોરમ સિવાય તમામ રાજ્યોના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીએ 64 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. તો ભાજપે મધ્ય પ્રદેશમાં 163, રાજસ્થાનમાં 115 અને છત્તીસગઢમાં 54 બેઠકો મેળવીને બહુમતી હાંસલ કરી લીધી હતી.

ભાજપ વાળા રાહુલ ગાંધીના દરેક નિવેદન પર બાજ નજર રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ નિવેદનોને ઉછાળે છે. તાજેતરમાં ICC મેન્સ વર્લ્ડકપ 2023માં ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ હતી અને અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં PMનું નામ લીધા વગર કહ્યુ હતું કે, પનોતીને કારણે મેચ હાર્યા. ભાજપે આ પનોતી શબ્દ સામે પોતાનું અભિયાન ચાલું કરી દીધું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp