PM મોદીએ રાજ્યસભામાં પૂર્વ PM ડૉ.મનમોહન સિંહના વખાણ કરતા જુઓ શું કહ્યું

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના નિવૃત્ત થઇ રહેલા સભ્યોને વિદાય આપી હતી. રાજ્યસભામાં આ પ્રસંગે PMએ જણાવ્યું હતું કે, લોકસભા દર પાંચ વર્ષ પછી બદલાય છે, ત્યારે રાજ્યસભાને દર બે વર્ષે નવી જીવનશક્તિ મળે છે. એ જ રીતે PMએ કહ્યું હતું કે, દ્વિવાર્ષિક વિદાય નવા સભ્યો માટે અમિટ યાદો અને અમૂલ્ય વારસો પણ છોડી જાય છે.

ડૉ. મનમોહન સિંહનાં પ્રદાનને યાદ કરીને PMએ કહ્યું હતું કે, તેમનાં લાંબા કાર્યકાળને કારણે તેમણે ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું હતું, જેનાં પરિણામે તેઓ આપણાં દેશનાં લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે. PMએ સૂચન કર્યું હતું કે, તમામ સાંસદો આ પ્રકારનાં વિશિષ્ટ સભ્યોનાં આચરણમાંથી શીખવાનો પ્રયાસ કરે, કારણ કે તેઓ માર્ગદર્શક છે. PMએ ભૂતપૂર્વ PMને ગૃહમાં મતદાન કરવા વ્હીલ ચેર પર આવીને કોઈ સભ્યની તેમની ફરજો પ્રત્યે સમર્પણનું પ્રેરક ઉદાહરણ હોવાનું યાદ કર્યું હતું. PMએ કહ્યું હતું કે, હું માનું છું કે તેઓ લોકશાહીને તાકાત પ્રદાન કરવા આવ્યા છે. પીએમ મોદીએ તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

PMએ કહ્યું હતું કે, જે સભ્યો વધારે જાહેર મંચ માટે રવાના થશે, તેમને રાજ્યસભામાં અનુભવનો મોટો લાભ મળશે. આ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે. અહીંથી જે કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે તે સમૃદ્ધ બને છે અને રાષ્ટ્રનિર્માણના કાર્યને મજબૂત બનાવે છે.

વર્તમાન ક્ષણના મહત્વને ચિહ્નિત કરતા PMએ જણાવ્યું હતું કે, જે સભ્યો આજે વિદાય લઈ રહ્યા છે, તેમને જૂની અને નવી ઇમારત એમ બંનેમાં રહેવાની તક મળી છે તથા તેઓ અમૃત કાળ અને બંધારણનાં 75 વર્ષનાં સાક્ષી બની રહ્યાં છે.

કોવિડ રોગચાળાને યાદ કરીને જ્યારે અનિશ્ચિતતાઓ મોટી થઈ હતી, ત્યારે PMએ ગૃહની કામગીરીમાં કોઈ પણ અવરોધ ન આવવા દેવા માટે સભ્યોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદો દ્વારા તેમની જવાબદારીઓ અદા કરવા માટે ઉઠાવવામાં આવેલા મોટા જોખમોની નોંધ લીધી હતી. પીએમ મોદીએ તે સભ્યો માટે પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો જેમણે કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે ગૃહે તેને કૃતઘ્નાથી સ્વીકાર્યું હતું અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

PMએ વિપક્ષો દ્વારા પહેરવામાં આવતા કાળા વસ્ત્રોની એક ઘટનાને યાદ કરીને નોંધ્યું હતું કે, દેશ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આ ઘટનાને દેશની પ્રગતિની સફર માટે 'કાલા ટીકા' દ્વારા ખરાબ નજરથી બચવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે.

પ્રાચીન ગ્રંથોને ટાંકીને PMએ સમજાવ્યું હતું કે, જે લોકો સારી સંગત જાળવે છે, તેઓ સમાન ગુણો કેળવે છે અને જેઓ ખરાબ સંગાથથી ઘેરાયેલાં છે, તેઓ ખામીયુક્ત બની જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નદી વહે ત્યારે જ નદીનું પાણી પીવાલાયક રહે છે, અને દરિયાને મળતા જ તે ખારું થઈ જાય છે. આ જ વિશ્વાસ સાથે PMએ પોતાનું સંબોધન પૂરું કર્યું હતું અને કહ્યું હતું કે, નિવૃત્ત થઈ રહેલા સભ્યોનો અનુભવ દરેકને સતત પ્રેરિત કરતો રહેશે. તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp