PMએ જણાવ્યું ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલવાળા દિવસે કેવી હોય છે તેમની દિનચર્યા

PC: ndtv.com

અંતિમ ચરણના મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિણામોવાળા દિવસની પોતાની દિનચર્યા બાબતે જણાવ્યું. તેમણે કહ્યું કે, હું એ દિવસે ધ્યાન કરું છું. એ દિવસે મારા રૂમમાં કોઇની એન્ટ્રી હોતી નથી, પરિણામવાળા દિવસે મને ફોન આપવાનો પણ અલાઉ હોતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ 2002ની ઘટના છે, લોકો કહી રહ્યા હતા કે જીતવું મુશ્કેલ છે.

હું પોતાના રૂમમાં હતો. ફોન આવ્યા તો મેં ન ઉઠાવ્યા. ડોર બેલ વાગી રહી હતી, મેં કોઈને બોલાવ્યા, તો તેણે જણાવ્યું કે, પાર્ટીના લોકો મળવા માગે છે. એ દિવસે અઢી વાગ્યે મેં પહેલી વખત પરિણામ જોયું. પછી મેં માળા મંગાવી અને કેશુભાઈ પટેલને પહેરાવી અને મીઠાઇ ખવડાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અત્યારે પણ જે દિવસે એક્ઝિટ પોલ અને પરિણામવાળા દિવસે પણ હું થોડો દૂર રહું છું. હું ન પરિણામો પર ધ્યાન આપું છું, ન રુઝાનો તરફ ધ્યાન આપું છું. હું એક મિશનવાળો વ્યક્તિ છું.

તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી પરિણામવાળા દિવસે મારા રૂમમાં કોઇની એન્ટ્રી થતી નથી, એ દિવસે મને ફોન આપવાનો પણ અલાઉ હોતો નથી. એ સિવાય વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને અમે 11માં નંબરથી 5માં નંબરે લઈ આવ્યા. 11માં નંબર પરથી 5માં નંબર પર આવવું ખૂબ મોટો જમ્પ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે 10 વર્ષમાં અમે જે પહેલ કરી છે, ગ્રાઉન્ડ પર જે કામ કર્યું છે, આપણે આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.

તો મુસ્લિમોને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને મુસ્લિમોના કોન્ટ્રાક્ટર ન બનવું જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે, દેશમાં એટલી બધી પોલિટિકલ પાર્ટીઓ છે, પરંતુ તેમાંથી કેટલાઓએ મુસ્લિમ નેતાઓ પેદા કર્યા છે. હિન્દુ નેતા મુસ્લિમ સમાજના કોન્ટ્રાકટર બની ગયા છે અને તેમને પોતાના કબજામાં લઈ લીધા છે. મુસ્લિમ સમાજ તેણે લઈને આત્મચિંતન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp