જાણો શું છે એ 11 દિવસનું અનુષ્ઠાન, જેને આજથી શરૂ કરી રહ્યા છે PM મોદી

PC: livelaw.in

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ એ અદ્દભુત પળના સાક્ષી બનીશું, જેના પર આખી દુનિયાની નજર છે. વડાપ્રધાને જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે, જે એક તપસ્વીની જેમ હશે. તેમણે કહ્યું કે, આ સમયે, પોતાની ભાવનાઓને શબ્દોમાં કહી શકવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં પોતાની તરફથી એક પ્રયાસ કર્યો છે.

શું છે અનુષ્ઠાનનું મહત્ત્વ:

શાસ્ત્રોમાં દેવ પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા એક વિગતવાર અને વ્યાપક પ્રક્રિયા છે. તેના માટે વિસ્તૃત નિયમ બતાવવામાં આવ્યા છે જેનું પ્રાણ પ્રતિષ્ઠાના ઘણા દિવસ અગાઉથી પાલન કરવાનું હોય છે. એક રામભક્તના રૂપમાં વડાપ્રધાન રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પ્રત્યે એક આધ્યાત્મિક સાધના ભાવથી સમર્પિત છે. તેમણે નક્કી કર્યું કે, પોતાની તમામ વ્યસ્તતાઓ અને જવાબદારીઓ છતા તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અને તેમના પૂર્વના બધા નિયમો અને તપશ્ચર્યાઓને એટલી જ દૃઢતા સાથે પાલન કરશે, જેમ કે શાસ્ત્રોમાં નિર્દેશ આપવામાં આવ્યા છે. તેના માટે વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ 11 દિવસીય યમ-નિયમ પાલનનું અનુષ્ઠાન શરૂ કર્યું છે.

દેવ પ્રતિષ્ઠાને પાર્થિવ મૂર્તિમાં ઈશ્વરીય ચેતનના સંચારનું અનુષ્ઠાન બતાવવામાં આવ્યું છે. તેના માટે શાસ્ત્રોમાં અનુષ્ઠાન અગાઉ વ્રતના નિયમોના નિર્દેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન પોતાની રોજિંદી દિનચર્યામાં બ્રહ્મમુહૂર્ત જાગરણ, સાધના અને સાત્વિક આહાર જેવા નિયમોનું પાલન સતત કરે છે, પરંતુ વડાપ્રધાને તમામ 11 દિવસીય અનુષ્ઠાન તરીકે કઠોર તપશ્ચર્યા સાથે વ્રત લેવાનો નિર્ણય લીધો છે.

શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ?

વીડિયોની શરૂઆત વડાપ્રધાન 'રામ રામ' કહેતા કરે છે. તેઓ આગળ કહે છે કે, 'જીવનની કેટલીક ક્ષણ ઈશ્વરીય આશીર્વાદના કારણે જ યથાર્થમાં બદલાય છે. આજે આપણાં બધા ભારતીયો માટે, દુનિયાભરમાં ફેલાયેલા રામભક્તો માટે એવો જ પવિત્ર અવસર છે. ચોતરફ પ્રભુ શ્રીરામની ભક્તિનું અદ્દભુત વાતાવરણ છે. ચારેય દિશાઓમાં રામ નામની ધૂમ છે. રામ ભજનોની અદ્દભુત સૌદર્ય માધુરી છે. દરેકને ઇંતજાર છે 22 જાન્યુઆરીની. એ ઐતિહાસિક પવિત્ર પળની. અને હવે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર 11 દિવસ જ બચ્યા છે. મારું સૌભાગ્ય છે કે મને પણ આ પુણ્ય અવસરના સાક્ષી બનવાનો અવસર મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે, આધ્યાત્મિક યાત્રાની કેટલીક તપસ્વી આત્માઓ અને મહાપુરુષોથી મને માર્ગદર્શન મળ્યું છે. તેમણે જે યમ-નિયમ સૂચવ્યા છે, એ મુજબ હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું, આ પવિત્ર અવસર પર હું પરમાત્માના શ્રીચરણોમાં પ્રાર્થના કરું છું. ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓનું પુણ્ય સ્મરણ કરું છું અને જનતા જનાર્દન, જે ઈશ્વરનું રૂપ છે, તેમને પ્રાર્થના કરું છું કે તમે મને આશીર્વાદ આપો. જેથી મનથી, વચનથી, કર્મથી, મારી તરફથી કોઈ પણ કમી ન રહે. સાથીઓ, મારું આ સૌભાગ્ય છે કે 11 દિવસના પોતાના અનુષ્ઠાનનો આરંભ, હું નાસિક ધામ-પંચવટીથી કરી રહ્યો છું.

પંચવટી, એ પાવન ધારા છે, જ્યાં પ્રભુ શ્રીરામે ઘણો સમય વિતાવ્યો હતો અને આજે મારા માટે સુખદ સંયોગ એ પણ છે કે આજે સ્વામી વિવેકનંદજીની જન્મજયંતી છે. એ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે હજારો વર્ષોથી આક્રાંતિત ભારતની આત્માને ઝકઝોર કરી હતી. વડાપ્રધાન આગળ કહે છે કે આજે એ જ આત્મવિશ્વાસ, ભવ્ય રામ મંદિરના રૂપમાં આપણી ઓળખ બનાવીને બધા સામે છે અને સોના પર સુહાગો જુઓ, આજે માતા જીજાબાઈજીની જન્મજયંતી છે. માતા જીજાબાઈ જેમણે છત્રપતિ શિવાજી મહારાજના રૂપમાં એક મહામાનવને જન્મ આપ્યો હતો.

આજે આપણે પોતાના ભારતના જે અક્ષુણ્ણ રૂપમાં જોઈ રહ્યા છીએ તેમાં માતા જીજાબાઈજીનું ખૂબ મોટું યોગદાન છે અને સાથીઓ, જ્યારે હું માતા જીજાબાઈનું પુણ્ય સ્મરણ કરી રહ્યો છું તો સહજ રૂપે મને પોતાની માતાની યાદ આવવાનું ખૂબ સ્વાભાવિક છે. મારા માતા જીવનના અંત સુધી માળા જપતા સીતા-રામનું જ નામ જપતા હતા. સાથીઓ પ્રાણ પ્રતિષ્ઠાની મંગળ-સમયે ચરાચર સૃષ્ટિની એ ચૈતન્ય પળ, આધ્યાત્મિક અનુભવનો એ અવસર.. ગર્ભગૃહમાં એ પળ શું નહીં હોય.

સાથીઓ, શરીરના રૂપમાં તો હું એ પવિત્ર પલાણો સાક્ષી બનીશ જ, પરંતુ મારા મનમાં, મારા હૃદયના દરેક સ્પંદનમાં 140 કરોડ ભારતીય મારી સાથે હશે. તમે મારી સાથે હશો. દરેક રામભક્ત મારી સાથે હશે અને એ ચૈતન્ય પળ, આપણ બધાની જોઇન્ટ અનુભૂતિ હશે. હું પોતાની સાથે રામ મંદિર માટે પોતાના જીવનને સમર્પિત કરનારા અગણિત વ્યક્તિત્વોની પ્રેરણા લઈને જઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp