PM મોદીએ 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જાણો કેટલી બેઠકો પર જીત મળી?

PC: livemint.com

લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી. PM મોદીના તહેરા પર ચૂંટણી લડતા ભાજપે આ વખતે મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભા વિસ્તારના 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાં 77 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 87 બેઠકો પર જીત મળી.

2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 103 લોકસભા વિસ્તાર કવર કરેલો અને તે વખતે માત્ર 17 બેઠકો પર જ હાર મળી હતી. એના પરથી કહી શકાય કે 2024 લોકસભા ચૂંટણીમાં PM મોદીનો જાદુ ચાલ્યો નથી.

પંજાબમાં પ્રધાનમંત્રી જેટલી બેઠકો પર પ્રચાર કરવા ગયા બધી જ બેઠકો પર હાર મળી. રાજસ્થાનમાં બાંસવાડા બેઠક પર મતદાનના 4 દિવસ પહેલાં PM પ્રચાર માટે ગયા હતા, પરંતુ આ બેઠક પર મહેન્દ્ર માલવિયા 2 લાખથી વધારે મતથી હારી ગયા. મહારાષ્ટ્રમાં પણ 18 બેઠકો પર તેમણે રેલી કરી, પરંતુ મોટો ફટકો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp