વારાણસી બેઠક પર PM મોદી 2 રેકોર્ડ તોડી શકે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા 2024માં ફરી એકવાર વારાણસી બેઠક પરથી મેદાનમાં છે, તેમની સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપેલી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉતારવાની પહેલાં ચર્ચા ચાલતી હતી. 1 જૂન 2024ના દિવસે વારાણસી બેઠક પર મતદાન થવાનું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક પર આ વખતે 2 રેકોર્ડ તોડી શકે છે. એક રેકોર્ડ એવો છે કે પ્રધાનમંત્રી રહેવાની સાથે સાંસદ તરીકે હેટ્રીક મારી હોય તેવા જવાહરલાલ નહેરુ જેઓ ફુલપુર લોકસભા બેઠક 3 વખત જીત્યા હતા. ઇંદિરા ગાંધી રાયબરેલી બેઠક 3 વખત જીત્યા હતા. પ્રધાનમંત્રી મોદી આ વખતે જીતશે તો તેમની પણ હેટ્રીક લાગશે.

બીજો રેકોર્ડ એ છે કે વારાણસી બેઠક પર 1977માં જનતા પાર્ટીના ચંદ્રશેખર આ બેઠક જીતેલા અને તેમને 66.22 ટકા મત મળેલા. PM મોદીને 2019માં 63.60 ટકા મત મળેલા. આ રેકોર્ડ પણ આ વખતે તુટી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp