પહેલા શપથગ્રહણમાં નિમંત્રણ, હવે બકરીદની શુભેચ્છા,મુઇજ્જૂ પર મોદી એમ જ...
જ્યારથી માલદીવ્સમાં મુઇજ્જૂની સરકાર આવી છે, ત્યારથી ભારત અને માલદીવ્સના સંબંધમાં ખટાસ આવી ગઈ છે. પાકિસ્તાનની જેમ જ માલદીવ્સ હવે ચીનની ગુલામી પર ઉતરી આવ્યો છે, પરંતુ ભારતનો સૌથી સારો પાડોશી ચીનનો ગુલામ બની જાય અને પોતાના દુશ્મન બની જાય એ વાત વડાપ્રધાન મોદીને થોડીક પસંદ ન આવી. આ જ કારણ છે કે મોદી 3.0માં માલદીવ્સ અને ભારતના સંબંધ ટ્રેક પર લાવવાની કવાયદ તેજ થઈ ગઈ છે. તેની પહેલી ઝલક દેખાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શપથગ્રહણ સમારોહમાં.
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂને ખાસ મહેમાન તરીકે બોલાવ્યા અને હવે વડાપ્રધાન મોદીએ બકરીદ પર મુઇજ્જૂને શુભેચ્છા સંદેશ પણ મોકલી દીધો. ગયા વર્ષે માલદીવ્સે મુઇજ્જૂની સરકાર બની. મુઇજ્જૂને ચીન સમર્થક માનવામાં આવે છે. સરકારમાં આવતા જ મુઇજ્જૂએ ભારત વિરોધી પગલાં ઉઠાવ્યા, જેના કારણે સંબંધ ખરાબ થઈ ગયા. માલદીવ્સથી ભારતીય સેનાની વાપસી અને વડાપ્રધાન મોદીના લક્ષ્યદ્વીપ પ્રવાસ પર ટિપ્પણીઓ આ કેટલાક ઉદાહરણ છે. માલદીવ્સ આ અગાઉ ભારતનો સારો પાડોશી દેશ રહ્યો છે.
મુઇજ્જૂના બહાને ચીન માલદીવ્સને ભારતથી દૂર કરવા માગે છે. આ જ કારણ છે કે, ચીન મુઇજ્જૂ પર ત્રાસી નજરે જોઇ રહ્યું છે. હવે મુઇજ્જૂ પણ ચીનના પ્રભાવમાં આવીને ભારત સાથે સંબંધોને તણાવપૂર્ણ કરી રહ્યા છે, પરંતુ મુઇજ્જૂ એ સમજી રહ્યા નથી કે આખરે ચીન એમ શા માટે કરી રહ્યું છે. ચીનની રણનીતિ હંમેશાં ભારતને ઘેરવાની રહી છે. હિન્દ મહાસાગરમાં દબદબો બનાવવા માટે ચીન તમામ પ્રકારના નુસ્ખા અપનાવી રહ્યું છે.
પહેલા તેણે શ્રીલંકાને લોન આપીને આપીને ડુબાડ્યો. પછી તેનો ઉપયોગ કરીને પોતાનું જાસૂસી જહાજ શ્રીલંકન કિનારે ઊભું કર્યું. ચીનની આ ચાલ પણ ભારતને ઘેરવાની હતી. હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ દયનીય છે. હવે ભારતને ઘેરવા ચીન માલદીવ્સનો ઉપયોગ કરી રહ્યું છે. હાલમાં જ ચીને માલદીવ્સના કિનારે પોતાનો જાસૂસી જહાજ ઊભો કર્યો હતો, ત્યારબાદ ખૂબ હોબાળો મચ્યો. જો કે, ચીને તર્ક આપ્યો હતો કે તેનો આ જહાજ રિસર્ચ માટે અહી ગયો છે. વડાપ્રધાન મોદી ચીનની દરેક ચાલ સમજી રહ્યા છે.
તેઓ જાણે છે કે ચીનનું ષડયંત્ર ત્યારે જ નિષ્ફળ કરી શકાય છે, જ્યારે પાડોશી દેશો સાથે સંબંધ સારા હોય. એટલે માલદીવ્સને તણાવપૂર્ણ સંબંધો બાદ પણ તેમણે મોટું દિલ દેખડ્યું અને માલદીવ્સના રાષ્ટ્રપતિને પોતાના ત્રીજા શપથ ગ્રહણમાં વિશેષ આમંત્રણ આપ્યું. મુઇજ્જૂ પણ ભારત આવ્યા અને ભારત સાથેના સંબંધોને ટ્રેક પર લગાવવાનો પ્રયાસ કર્યો અને હવે વડાપ્રધાન મોદીએ તેમને બકરીદની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન મોદીની રણનીતિથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેઓ પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધ ઈચ્છે છે અને પાડોશી દેશના બહાને વડાપ્રધાન મોદી ચીનના તમામ ષડયંત્ર નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp