બાળપણ યાદ કરીને મંચ પર રડવા લાગ્યા PM મોદી, બોલ્યા-કાશ હું એવા ઘરમાં રહી શકત...

PC: bhaskar.com

મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા. શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતા જ તેમણે થોડી પળો માટે વચ્ચે જ ભાષણ રોકી દીધું. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને તેમણે કહ્યું કે, કાશ તેમને પણ બાળપણમાં એવા ઘરમાં રહેવાનો અવસર મળતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે સોલાપુરના હજારો ગરીબો માટે, હજારો મજૂર સાથીઓ માટે અમે જે સંકલ્પ લીધો હતો, એ આજે પૂરો થઈ રહ્યો છે.

 આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ થયું છે અને હું જઈને જોઈ આવ્યો કે કાશ મને પણ બાળપણમાં એવા ઘરમાં રહેવાનો અવસર મળ્યો હોત. એટલું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક થોડા સમય માટે ભાષણ રોકી દીધું. ત્યારબાદ તેમણે ભાવુક થઈને કહ્યું કે, આ વસ્તુ જોઉ છું તો મનને એટલો સંતોષ મળે છે, આ હજારો પરિવારના સપના જ્યારે સાકાર થાય છે તો તેમના આશીર્વાદ મારી સૌથી મોટી પૂંજી હોય છે. જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો તો મેં તમને ગેરંટી આપી હતી કે તમને ઘરની ચાવી આપવા પણ હું પોતે આવીશ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'બે પ્રકારના વિચાર રહે છે, એક રાજનીતિક ઘુવડ સીધું કરવા માટે લોકોને ઉશ્કેરતા રહો. અમારો માર્ગ છે. શ્રમિકનું સન્માન, આત્મનિર્ભર શ્રમિકનું સન્માન, આત્મનિર્ભર શ્રમિક, ગરીબનું કલ્યાણ. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જૂની સરકારો પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, આપણાં દેશમાં લાંબા સમય સુધી ગરીબી હટાવોના નારા લાગતા રહ્યા, પરંતુ ગરીબી ન હટી. ગરીબોના નામ પર યોજનાઓ તો બનાવવામાં આવતી હતી, પરંતુ તેનો લાભ ગરીબોને મળતો નથી. તેમના હક્કાના પૈસા વચેટિયા લૂંટી જતા હતા. પહેલાના સરકારોની નીતિ, નિયત અને નિષ્ઠા કટઘરામાં હતી.

 તેમણે કહ્યું કે અમારા 10 વર્ષના શાસનકાળમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્ના માધ્યમથી ગરીબ લાભાર્થીઓના ખાતામાં 30 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં મારી સરકારે ગરીબી ઉન્મૂલનના ઉદ્દેશ્યથી યોજનાઓ ચલાવી છે. એટલું જ નહીં આ દરમિયાન અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અપીલ કરી કે બધા લોકો આ દિવસે રામ જ્યોતિથી ઘરોને ઝગમગ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, 22 જાન્યુઆરીએ સળગાવવામાં આવતી રામ જ્યોતિ લોકોના જીવનથી ગરીબી દૂર કરવા માટે પ્રેરણા મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં આર્થિક રૂપે નબળા વર્ગ માટે બનાવેલા 15,024 મકાન લાભાર્થીઓને સોંપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp