ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપી દીધેલી ભારતની જમીન? RTIમાં ખુલાસો, PM મોદીની ટ્વીટ

PC: nbcnews.com

કચ્ચાથીવૂ દ્વિપનો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે. આ દ્વીપ હિન્દ મહાસાગરમાં દક્ષિણ ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત છે. અહી મોટા ભાગે જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે, આ કારણે ત્યાં કોઈ રહેતું નથી. આઝાદી અગાઉ કચ્ચાથીવૂ દ્વીપ ભારતને આધીન હતો અને શ્રીલંકા તેના પર પોતાનો દાવો ઠોકતો રહેતું હતું. વર્ષ 1974માં ઇન્દિરા ગાંધીએ એક સમજૂતી હેઠળ આ દ્વિપને શ્રીલંકા સોંપી દીધો હતો. આ વાતનો ખુલાસો RTIના માધ્યમથી થયો છે. આ ખુલાસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.

વિધાનસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આ મુદ્દાને ઉઠાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મીડિયા રિપોર્ટનો સંદર્ભ આપતા કહ્યું કે, નવા તથ્યોથી ખબર પડે છે કે, કોંગ્રેસે કચ્ચાથીવૂ દ્વીપ શ્રીલંકાને સોંપી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ શેર કરતા કહ્યું કે, 'આ આંખો ખોલનારી અને ચોંકાવનાર! તેનાથી ખબર પડે છે કે કેવી રીતે કોંગ્રેસે બેરહેમીથી કચ્ચાથીવૂ આપી દીધો.

તેનાથી દરેક ભારતીય નારાજ છે અને લોકોના મનમાં એ પુષ્ટિ થઈ કે આપણે ક્યારેય કોંગ્રેસ પર ભરોસો નહીં કરી શકીએ. ભારતીય જનતા પાર્ટી (BJP )ને આશા છે કે, લોકસભાની ચૂંટણીઓ વચ્ચે આ મુદ્દો દ્રવિડ રાજ્ય તામિલનાડુમાં રાજનીતિક વેગ હાંસલ કરવાના પ્રયાસોમાં કામ આવશે. આ રિપોર્ટ તામિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા વર્ષ 1974માં આ દ્વિપને પાડોશી દેશને સોંપવાના તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારના નિર્ણય પર મળેલા એક RTI જવાબ પર આધારિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કહ્યું કે, ભારતની એકતા, અખંડતા અને હિતોને નબળા કરીને કોંગ્રેસની 75 વર્ષથી કામ કરવા અને આગળ વધવાની રીત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદનો સ્ત્રોત પણ આ મુદ્દા પર પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિપ્પણીઓનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે કે તેમણે દ્વીપ પર દાવો છોડવામાં કોઈ કચકાટ નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp