PM મોદીએ કહ્યું- હું 2047 સુધીમાં લોકોના જીવનમાંથી સરકારી દખલ દૂર કરી દઇશ

PC: indiatoday.in

શનિવારે જ્યારે ચુંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, હું તો 2029ની નહીં, પરંતુ 2047ની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, 2047 સુધીમાં લોકોની જિંદગીમાંથી સરકારી દખલને દુર કરી દઇશ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકોના જીવનમાં સરકારનું દબાણ પણ નહીં અને સરકારનો અભાવ પણ ન હોવો જોઇએ. તેમણે કહ્યું કે, કોઇ ગરીબ હોય તો તેમને એમ ન લાગવું જોઇએ કે સંકટ સમયે તેમની સાથે કોઇ નથી. બીજી તરફ રોજબરોજના કામમાં સરકારી દખલ પણ ન હોવી જોઇએ.

તેમણે કહ્યું કે, અમારા પ્રયાસ છે કે લોકોને સરકારી ઓફિસોમાંથી ચકકર કાપવામાંથી મૂક્તિ મળે, લોકોએ લાઇનમાં ઉભા રહેવું ન પડે, રેલવે સ્ટેશન પર ભીડ ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp