શું BJP સરકાર અનામત નાબૂદ કરી દેશે? જાણો PM નરેન્દ્ર મોદીનો જવાબ

PC: pmindia.gov.in

BJP સરકાર પર ઘણીવાર દલિત વિરોધ અને અનામત વિરોધી હોવાનો આરોપ લાગ્યો છે. પરંતુ આ અંગે PM નરેન્દ્ર મોદી તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ANIને આપેલા ઇન્ટરવ્યુમાં PM મોદી તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અનામત નાબૂદ નહીં થાય અને આ અંગે કોઇને શક કરવાની જરૂરિયાત નથી. ઉલ્લેખનીય છે કે, આ ઇન્ટરવ્યુમાં PM મોદીએ રોજગાર, NRC અને મોબ લિંચિંગ જેવા મુદ્દા પર વાત કરી હતી.

ANI દ્વારા જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જાતિ આધારિત અનામત પર તમારું શું મંતવ્ય છે? શું એ વાત સાચી છે કે તમારી સરકાર અનામતને નાબૂદ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે? આના જવાબમાં PM નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે, આપણા સંવિધાનનો ઉદ્દેશ અને ડૉ.ભીમરાવ આંબેડકરનું સપનું આજે પણ અધૂરું છે. આ આપણા બધાની જવાબદારી છે કે તેમના સપનાને પૂરું કરવા અને તેમના ઉદ્દેશને પૂરો કરવા માટે અનામત ખૂબ જ મહત્ત્વનું સાધન છે.

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, અનામત રહેશે. આને લઈને કોઈને શંકા કરવાની જરૂરિયાત નથી. બાબા સાહેબનું સપનું આ દેશની મજબૂતી છે અને આપણે બધા આને પૂરું કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને આ મંત્રને સાર્થક કરવા માટે ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાત, અતિ પછાત, હાશિયામાં ધકેલાય જતા લોકો, જમીનથી જોડાયેલો લોકોના અધિકારોની રક્ષા કરવી સૌથી મહત્ત્વની છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp