કન્યાકુમારીમાં PM ધ્યાન કરવા જવાના છે, કોંગ્રેસે કેમ ચૂંટણી પંચને ફરિયાદ કરી?

PC: pib

2024ની લોકસભાની ચૂંટણી માટે અંતિમ ચરણનું મતદાન 1 જૂને થશે. આ ચરણ માટે 30 મેની સાંજે ચૂંટણી પ્રચાર પ્રસાર સમાપ્ત થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેની સાંજે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે, જ્યાં તેઓ ધ્યાન લગાવશે. જો કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં હવે કોંગ્રેસે અડિંગો લગાવી દીધો છે. તામિલનાડુ કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમના મામલાને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ જવાની પણ વાત કહી છે.

તામિલનાડુ કોંગ્રેસે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદીના ધ્યાન કાર્યક્રમને લઈને કહ્યું કે, એ ચૂંટણીના અંતિમ ચરણ અગાઉ કરવામાં આવેલું એક નાટક છે. તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે એ અંતિમ ચરણના એક દિવસ અગાઉ વોટ માગવાનું વધુ એક નાટક છે. તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું આયોજન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કેમ કે એ સતત મીડિયા કવરેજના માધ્યમથી મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે.

તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ જાહેરાત કરી કે તે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને રોકવાને લઈને ચૂંટણી પંચનો સંપર્ક કરશે. તેની સાથે જ આગામી 3 દિવસોમાં પર્યટકો માટે સંભવિત વ્યાવધાનોનો સંદર્ભ આપતા DGPને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને મંજૂરી ન આપવાનો અનુરોધ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.

તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર ધ્યાન લગાવશે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન લગાવ્યું હતું. સત્તાવાર કાર્યક્રમ મુજબ એ અગાઉ 30 મેની સવારે 11:00 વાગ્યે વડાપ્રધાન મોદી હોશિયારપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યા બાદ ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. સાંજે તેઓ કન્યાકુમારી ગેસ્ટ હાઉસ પહોંચશે. ત્યારબાદ તેઓ નાવથી વિવેકાનંદ રોક મેમોરિયલ માટે પ્રસ્થાન કરશે. શનિવારે બપોર સુધી તેઓ ત્યાં જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp