મહારાષ્ટ્રની જીત અને ઝારખંડની હાર પર PM મોદીએ કરી ટ્વીટ
મહારાષ્ટ્રમાં જીત બાદ PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એકજુથ થઈને આપણે વધુ ઊંચી ઉડાન ભરીશું. NDAને ઐતિહાસિક જનાદેશ આપવા માટે મહારાષ્ટ્રના ભાઈઓ-બહેનો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો દિલથી આભાર, હું લોકોને વિશ્વાસ અપાવું છું કે, અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે.
ઝારખંડમાં હાર પર PM મોદીએ કહ્યું હતું કે, હું ઝારખંડમાં લોકોએ અમારા પ્રત્યે આપેલા સમર્થન માટે આભાર વ્યક્ત કરું છું. અમે લોકો મુદ્દાઓને ઉઠાવવા અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશાં સૌથી આગળ રહીશું. હું JMMના નેતૃત્વ વાળા ગઠબંધનને રાજ્યમાં તેમના પ્રદર્શન માટે શુભેચ્છા આપું છું.
સાંજે 5.30 કલાક સુધીનું અપડેટ...
05:26 PM - આજે રાત્રે કે આવતીકાલ સુધીમાં CM નક્કી થઈ જશે: ભાજપ મહાસચિવ વિનોદ તાવડે
04:28 PM - વર્લી બેઠક પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરેની જીત
04:25 PM - અમે રેકોર્ડ તોડ્યા છે. મોદી સરકાર અમારા માટે મજબૂત આધાર છે. મહારાષ્ટ્રમાં પહેલી વાર આવી જીત મળી છે: અજીત પવાર
04:13 PM - ચૂંટણી પંચના 4 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 130, શિવસેના 54, NCP 41 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 18, ઉદ્ધવની શિવસેના 21 અને શરદ પવારની NCP 11 સીટ પર આગળ છે.
04:12 PM - દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે એકબીજાને મિઠાઈ ખવડાવી ઉજવણી કરી
03:08 PM - હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદવું જાણું છુંઃ દેવેન્દ્ર ફડણવીસ
02:30 PM - બપોરે 2.30 વાગ્યા સુધીમાં મહાયુતિ 227 સીટ પર અને મહા વિકાસ અઘાડી 53 સીટો પર આગળ
02:09 PM - સતારાથી ભાજપના ઉમેદવાર શિવેન્દ્ર રાજે ભોંસલે 1 લાખ 42 હજાર મતોથી જીત્યા
01:58 PM - દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસે તો કહી દીધું છે કે તેમનો દીકરો જ CM બનશે. કહ્યું- મારા દીકરા માટે આ મોટો દિવસ છે. તેણે 24 કલાક મહેનત કરી છે.
01:04 PM - ચૂંટણી પંચના 1 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 127, શિવસેના 56, NCP 39 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 19, ઉદ્ધવની શિવસેના 18 અને શરદ પવારની NCP 12 સીટ પર આગળ છે.
12:46 PM - જીત બાદ દેવેન્દ્ર ફડણવીસની ટ્વીટ, એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકીન હૈ
12:42 PM - વડાલાથી ભાજપ ઉમેદવાર કાલિદાસ કોલંબકર 24973 મતોથી જીત્યા
12:25 PM - આ જીત ઐતિહાસિક છે, મેં કહ્યું હતું મહાયુતિને ભારે બહુમત મળશે. મહાયુતિએ જે કામ કર્યું છે, જનતાએ તેના પર વોટ આપ્યા છેઃ CM એકનાથ શિંદે
12:04 PM - મુંબઈમાં ભાજપ કાર્યાલયને શણગારવામાં આવી રહ્યું છે
11:44 AM - બારામતીમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ અજિત પવાર 27556 વોટથી આગળ
11:30 AM - કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું- મહારાષ્ટ્રના પરિણામ અમારા વિપરીત ગયા અને અમે કદાચ મહારાષ્ટ્ર વધુ સારું કરી શક્યા હોત, પણ ખુશીની વાત છે ઝારખંડમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે
11:27 AM - મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના ઘરની બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું
11:04 AM - દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર સન્નાટો
10:48 AM - ચૂંટણી પંચના 10.45 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 125 સીટ, શિંદેની શિવસેના 55 સીટ અને NCP 35 સીટ પર આગળ
10:00 AM - ચૂંટણી પંચના 10 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ 99 સીટ પર આગળ
09:32 AM - 9.30 કલાક સુધીના આંકડા મુજબ મહાયુતિ બહુમતને પાર
09:13 AM - 9:00 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતી 18 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 3 સીટ પર આગળ
09:04 AM - આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે આગળ
08:55 AM - માહિમ સીટ પરથી રાજ ઠાકરેનો દીકરો અમિત ઠાકરે આગળ
08:46 AM - શરૂઆતના ટ્રેન્ડમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ અને અજીત પવાર પાછળ
08:39 AM - 8.40 સુધીના આંકડા મુજબ મહાયુતિ ગઠબંધન 77 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 50 સીટ પર આગળ
08:37 AM - ભાજપે કહ્યું PM મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે NDA
08:25 AM - બેલેટ પેપર બાદ EVMની મતગણતરી ચાલુ થશે
08:23 AM - શરૂઆતના ટ્રેન્ડમાં મહાયુતિ ગઠબંધન 11 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 5 સીટ પર આગળ
08:21 AM - ભાજપના દિલ્હી હેડ ક્વાર્ટરમાં જલેબી પણ બનવાનું શરૂ થઈ ગયું
08:17 AM - કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનો દાવો મહારાષ્ટ્રમાં બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર
08:15 AM - મહારાષ્ટ્રમાં બેલેટ પેપરની ગણતરી શરૂ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp