મુંબઈના શિવાજી પાર્કમાં 17 મેએ PM મોદી રેલીથી ઉદ્ધવ ઠાકરે કેમ ટેન્શનમાં છે?

PC: twitter.com

મહારાષ્ટ્રમાં હવે માત્ર 13 લોકસભા સીટો માટે ચૂંટણી બાકી છે. જેમાં મુંબઈની છ લોકસભા સીટોનો સમાવેશ થાય છે. મુંબઈ સહિત થાણે, કલ્યાણ, પાલઘર અને ભિવંડી બેઠકો પર BJPએ ભગવો લહેરાવવાની જોરદાર તૈયારી કરી લીધી છે. BJPએ ચૂંટણી પ્રચારના અંતના એક દિવસ પહેલા એટલે કે 17 મેના રોજ શિવાજી પાર્ક ખાતે PM નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કર્યું છે. BJP આ રેલીમાં બે મોટા દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે. આ રેલીમાં, જ્યાં મહાયુતિ દ્વારા શક્તિનું છેલ્લું પ્રદર્શન કરવામાં આવશે, આ રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે PM નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરશે.

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ રાજ ઠાકરેને PM નરેન્દ્ર મોદીની શિવાજી પાર્ક રેલી માટે આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓની મુલાકાત પછી ચર્ચા છે કે, શિવાજી પાર્કની રેલીમાં રાજ ઠાકરે PM નરેન્દ્ર મોદી સાથે મંચ પર જોવા મળી શકે છે. ગુડી પડવાના અવસર પર રાજ ઠાકરેએ 2024ની લોકસભા ચૂંટણીમાં BJPને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી રાજ ઠાકરેએ PM નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા. આ પહેલા રાજ ઠાકરે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. MNSએ BJPને સમર્થન આપ્યા પછી રાજ્યમાં પાર્ટીના કાર્યકરો મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. અત્યાર સુધી રાજ ઠાકરે કોઈ સભામાં જોવા મળ્યા નથી. શિવાજી પાર્ક રેલીમાં રાજ ઠાકરેને એક મંચ પર લાવીને હિંદુ મતોને એક કરવાનો BJPનો પ્રયાસ છે.

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખકર બાવનકુલે અને રાજ ઠાકરે વચ્ચેની મુલાકાત પછી મુંબઈનું રાજકારણ ગરમાયું છે. મહાવિકાસ આઘાડી, ખાસ કરીને ઉદ્ધવ જૂથ આ વિકાસ પર ખાસ નજર રાખી રહ્યું છે, જ્યારે BJP એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, જો રાજ ઠાકરે શિવાજી પાર્ક રેલીમાં PM નરેન્દ્ર મોદી સાથે આવે છે, તો તે મરાઠી મતોમાં સારો સંદેશ જશે. મુંબઈની તમામ છ બેઠકો જીતવા માટે BJP શિવાજી પાર્ક રેલીને માસ્ટર સ્ટ્રોક બનાવવા માંગે છે. જો રાજ ઠાકરે ખુલ્લેઆમ PM નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરે છે અને રેલીને પોતાની શૈલીમાં સંબોધિત કરે છે, તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને નુકસાન થઈ શકે છે. શિવસેના UBT મુંબઈની ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp