જ્યારે રામલલાનું થઈ રહ્યું હતું સૂર્ય તિલક, ત્યારે શું કરી રહ્યા હતા PM મોદી?

PC: twitter.com/narendramodi

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનું સૂર્ય તિલક થઈ ગયું. જ્યારે રામ મંદિરમાં રામલલાનો સૂર્ય તિલક સમારોહ થઈ રહ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે નલબાડીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, પરંતુ જનસભાને સંબોધિત કર્યાના તુરંત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટેબમાં એ અદ્વભુત પળમાં રામલલાના દર્શન કર્યા, જ્યારે સૂરજની રોશનીથી ભગવાન શ્રીરામનું મસ્તક ઝગમગ થઈ રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને તસવીર સાથે તેની જાણકારી શેર કરી છે.

ખાસ વાત એ છે કે, વડાપ્રધાન મોદી જ્યારે રામલલાના સૂર્ય તિલકના અદ્વભુત ક્ષણ જોઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં બૂટ નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટેબમાં રામલલાના દર્શન કર્યા અને પ્રણામ કર્યા. વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, નલબાડીની સભા બાદ મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકના અદ્વભૂત અને અભૂતપૂર્વ ક્ષણને જોવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ જોવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીરામ જન્મભૂમિની બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઊર્જાથી આ પ્રકારને પ્રકાશિત કરશે.

ઉલ્લેખનીય છે કે, રામનવમીના અવસર પર બુધવારે અયોધ્યામાં રામલલાનું સૂર્ય તિલક દર્પણ અને લેન્સથી યુક્ત એક વિસ્તૃત તંત્રના માધ્યમથી કરવામાં આવ્યું. આ તંત્રના માધ્યમથી સૂર્યની કિરણો રામની મૂર્તિના માથે પહોંચી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ ઉદ્વઘાટન કરવામાં આવેલા નવા મંદિરમાં રામ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામ નવમી છે. મંદિરના પ્રવક્તા પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે, સૂર્ય તિલક લગભગ 4-5 મિનિટ માટે કરવામાં આવ્યું હતું, જ્યારે સૂર્યની કિરણો સીધી રામલલાની મૂર્તિના માથા પર કેન્દ્રિત હતી. મંદિર પ્રશાસને ભીડથી બચવા માટે સૂર્ય તિલકના સમયે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાથી રોકી દીધા.

CSIR , CBRI રુડકીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. ડીપી કાનૂનગોએ કહ્યું કે, યોજના મુજબ બપોરે 12:00 વાગ્યે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું. આ પ્રણાલીનું પરીક્ષણ વૈજ્ઞાનિકોએ મંગળવારે કર્યું હતું. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)-CBRI રુડકીના વૈજ્ઞાનિક ડૉ. એસ.કે. પાણીગ્રહીએ જણાવ્યું હતું કે, સૂર્ય તિલક પરિયોજનાનું મૂળ ઉદ્દેશ્ય રામનવમીના દિવસે શ્રી રામની મૂર્તિના મસ્તક પર એક તિલક લગાવવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp