PM મોદી પોતાના જ લોકસભા ઉમેદવાર પર ભડક્યા, કહ્યું-ક્યારેય માફ નહીં કરું

PC: dnaindia.com

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં નાથુરામ ગોડસે પર ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલા નિવેદનોએ રાજકારણ ગરમાવી દીધું છે. પહેલા સાધ્વી પ્રજ્ઞા, ત્યાર બાદ અનંત હેગડે અને પછી નલીન કટીલે નાથુરામ ગોડસે અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ અમિત શાહ આ ત્રણેય પર ભડક્યા હતા અને તેમણે આ અંગે તપાસનો પણ આદેશ આપ્યો હતો, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપના નેતાઓ પર ભડક્યા છે.

PM મોદીએ કહ્યું હતું કે, ભલે તેમણે આ મુદ્દે માફી માગી લીધી હોય, પરંતુ તેઓ તેમના મનથી ક્યારેય તેમને માફ નહીં કરે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેને લઇને જે પણ વાતો કરવામાં આવી છે, તે ભયંકર ખરાબ છે. આ વાતો સંપૂર્ણ રીતે ઘૃણાને લાયક છે. સભ્ય સમાજની અંદર આ પ્રકારની વાતો ન ચાલે. ભલે આ મામલે તેમણે (સાધ્વી પ્રજ્ઞા અને અનંત હેગડે) માફી માગી લીધી હોય, પરંતુ હું મારા મનથી તેમને ક્યારેય માફ નહીં કરી શકું. ગાંધીજી કે ગોડસે વિશે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તે ખૂબ જ ખરાબ છે અને સમાજ માટે ખૂબ જ ખોટું છે.

ગોડસે અંગે BJPના નેતાઓના નિવેદનો પર ભડક્યા અમિત શાહ, જાણો શું કહ્યું

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર ભાજપના નેતાઓના નિવેદનથી ભારતીય જનતા પાર્ટી દોડતી થઇ ગઇ છે. એક પછી એક ભાજપના નેતાઓ નાથુરામ ગોડસે અંગે એવા નિવેદનો આપી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને આને લઇને ટ્વીટર પર ખુલાસો કરવો પડ્યો હતો. અમિત શાહ ભાજપના આ નેતાઓથી નારાજ હોય તેવું લાગે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, બે દિવસમાં અનંત કુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નલીન કટીલે જે સ્ટેટમેન્ટ આપ્યા છે, તે તેમના અંગત નિવેદન છે. આ નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીનો કોઇ સંબંધ નથી.

એટલું જ નહીં, અમિત શાહે આ નેતાઓ પર કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. અમિત શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, અનુશાસન સમિતિ આ ત્રણેય નેતાઓ પાસે જવાબ માગશે અને 10 દિવસની અંદર તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

અમિત શાહે અન્ય એક ટ્વીટમાં ભાજપના નેતાઓના વિવાદીત સ્ટેટમેન્ટને લઇને કહ્યું હતું કે, આ લોકોએ પોતાના સ્ટેટમેન્ટ પાછા લીધા છે અને માફી માગી છે, પરંતુ તો પણ પાર્ટીની ગરીમા અને વિચારધારાની વિરુદ્ધ તેમના નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લીધા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp