ફરી એક વખત હસીના સરકાર, 5મી વખત સંભાળશે બાંગ્લાદેશની સત્તા, વિપક્ષ તો...
શેખ હસીના ફરી એક વખત બાંગ્લાદેશમાં સત્તાની ટોચ પર બિરાજમાન થશે. રવિવારે થયેલી ચૂંટણીમાં તેમણે રેકોર્ડ પાંચમી વખત ચૂંટણી જીતી લીધી છે. જો કે, વિપક્ષના ચૂંટણી બહિષ્કારના કારણે મતદાન ખૂબ ઓછું રહ્યું. ચૂંટણી અધિકારિઓનું કહેવું છે કે, પ્રાથમિક રિપોર્ટથી ખબર પડે છે કે આ વખત લગભગ 40 ટકા મતદાન થયું છે. જો કે, આ અત્યારે અંતિમ આંકડો નથી. વિપક્ષે હસીના પાસે ચૂંટણી અગાઉ રાજીનામું આપવાની માગ કરી હતી. જેને તેમણે માનવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ વિપક્ષ 48 કલાકની હડતાળ પર જતું રહ્યું હતું.
ચૂંટણી પંચના એક પ્રવક્તાએ કહ્યું કે, મતગણતરી ચાલી રહી છે અને હસીનાની સત્તાધારી આવામી લીગે 50 ટકા કરતા વધુ સીટો જીતી લીધી છે. બાંગ્લાદેશના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે, વડાપ્રધાન શેખ હસીનાએ પાંચમા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી જીતી લીધી છે. બીજી તરફ ચૂંટણીનો બહિષ્કાર કરતા મુખ્ય વિપક્ષી પાર્ટી શેખ હસીનાની સરકાર પર દેશને બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે ચૂંટણીમાં ધાંધલી અગાઉ વડાપ્રધાન શેખ હસીના પાસે રાજીનામાની માગ કરી હતી, પરંતુ તેમણે એમ ન કર્યું. વિપક્ષે કહ્યું કે, હસીના સરકારે મોટા પ્રમાણ પર દેશમાં માનવાધિકારોનું હનન અને વિપક્ષ પર નિર્મમ કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, હસીનાએ ગોપાલગંજ-3 સંસદીય સીટ પર ફરીથી શાનદાર જીત હાંસલ કરી. વર્ષ 1986થી આ સીટ પર આ તેમની આઠમી જીત છે. હસીનાને 2,49,965 વોટ મળ્યા, જ્યારે તેમના નજીકના પ્રતિદ્વંદ્વી અને બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 જ વોટ મળ્યા છે.
બાંગ્લાદેશમાં વર્ષ 2009થી હસીનાના હાથાઓમાં સત્તા રહી છે. આ વખત એકતરફી ચૂંટણીમાં સતત ચોરો કાર્યકાળ હાંસલ કરવાના છે. તેમનો અત્યાર સુધીનો આ પાંચમો કાર્યકાળ હશે. તેમની પાર્ટી આવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાંદિરે દાવો કર્યો કે, લોકો મતદાનમાં BNP અને જમાત-એ-ઇસ્લામીના ચૂંટણી બહિષ્કારને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, હું એ લોકોનો આભાર માનું છું. જેમને 12માં રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં મતદાન કરવા માટે બર્બરતા, દંગા અને આતંકવાદના ડરનો સામનો કર્યો.
મુખ્ય ચૂંટણી કમિશનર કાજી હબીબુલ અવલે જણાવ્યું કે, શરૂઆતી અનુમાન મુજબ, મતદાન લગભગ 40 ટકા હતું, પરંતુ અત્યારે આ આંકડો બદલાઈ શકે છે. વર્ષ 2018ની સામાન્ય ચૂંટણીમાં કુલ મળીને 80 ટકાથી વધુનું મતદાન થયું હતું. આ અગાઉ ચૂંટણી પંચના એક પ્રવક્તાએ કહ્યું કે, મતદાન સાંજે 4:00 વાગ્યે સમાપ્ત થઈને મતગણતરી શરૂ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, પૂરા પરિણામ સોમવારે સવાર સુધી આવવાની આશા છે. અનિયમિતતાઓને લઈને 7 મતદાન કેન્દ્ર પર મતદાન સ્થગિત કરી દેવમાં આવ્યું છે.
ચૂંટણી પંચે કહ્યું કે, હિંસાની કેટલીક છૂટક ઘટનાઓ સિવાય 300માંથી 299 મતવિસ્તારોમાં ઘણી હદ સુધી શાંતિપૂર્ણ રહ્યું. એક ઉમેદવારના નિધનના કારણે એક સીટ પર મતદાન બાદમાં કરાવવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ નરસિંગડીમાં ચૂંટણી ધાંધલીના આરોપો પર ઉદ્યોગ મંત્રી નુરૂલ મજીદ મહમૂદના પુત્રની ધરપકડ કરવાનો આદેશ આદેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp