નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસને મોટો ઝટકો, EDએ 752 કરોડ રૂપિયાની સંપત્તિ...

PC: ndtv.com

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મુશ્કેલી વધતી જઇ રહી છે. એજ્યુકેટિંગ ઓથોરિટીએ ED દ્વારા AJLન સીઝ કરેલી પ્રોપર્ટીઝને યોગ્ય ઠેરવી છે. EDએ આ કેસમાં લગભગ 750 કરોડ રૂપિયાની AJLની પ્રોપર્ટી સીઝ કરી હતી. આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ પૂછપરછ થઈ ચૂકી છે. PMLA એક્ટ હેઠળ ગયા વર્ષે જ EDએ AJLની પ્રોપર્ટી સીઝ કરવામાં આવી હતી. કોર્ટે (એજ્યુકેટિંગ ઓથોરિટી) EDની આ કાર્ય યોગ્ય માની છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ નવેમ્બર 2023માં કોંગ્રેસ સાથે જોડાયેલા AJL અને યંગ ઇન્ડિયનની 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ મની લોન્ડ્રિંગ હેઠળ જપ્ત કરી હતી.

તેને લઈને EDએ જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલી સંપત્તિ AJLની દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ઘણી જગ્યા પ્રોપર્ટી છે. આ કેસમાં EDએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી હતી. હવે આ કેસમાં PMLA નિર્ણયક ઓથોરિટીએ ED દ્વારા મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની સાથે સંબંધિત કંપનીઓની લગભગ 752 કરોડ રૂપિયાની સંપત્તિ સીઝના આદેશને બુધવારે યથાવત રાખ્યો. ઓથોરિટીએ પોતાના આદેશમાં કહ્યું કે, તેમનું માનવું છે કે ED દ્વારા સીઝ કરવામાં આવેલી ચલ સંપત્તિ અને ઇક્વિટી શેર ગુનાથી હાંસલ કરવામાં આવેલી કમાણી છે અને મની લોન્ડ્રિંગના ગુના સાથે સંબંધિત છે.

EDએ ગયા વર્ષે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં PMLA 2002 હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિઓ અસ્થાયી રૂપે અટેચ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. તપાસમાં કથિત AJL અને યંગ ઈન્ડિયન સાથે જોડાયેલી નાણાકીય મામાલાઓની ગંભીર અનિયમિતતાઓની જાણકારી મળી હતી. 26 જૂન 201ના રોજ નોંધાયેલી એક ફરિયાદ બાદ દિલ્હીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક કોર્ટના આદેશના આધાર પર EDની તપાસ શરૂ થઈ હતી. કોર્ટે આરોપોને યોગ્ય હોવાનું જાણવા મળતા ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, સંપત્તિનો દુરુપયોગ અને ગુનાહિત ષડયંત્ર સહિત વિભિન્ન ગુના નોંધ્યા. કોર્ટે યંગ ઈન્ડિયન સહિત 7 આરોપી લોકોને પ્રથમ દૃષ્ટિએ યોગ્ય ઠેરવ્યા.

તપાસ દરમિયાન જાણકારી મળી કે આરોપી વ્યક્તિએ એક વિશેષ પ્રયોજન કંપની યંગ ઇન્ડિયનના માધ્યમથી AJLની મૂલ્યવાન સંપત્તિઓને હાંસલ કરવા માટે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું, જેની સ્થાપના મૂળ રૂપે સમાચાર પત્ર પ્રકાશનના ઉદ્દેશ્ય માટે કરવામાં આવી હતી. AJLના સમાચાર પત્ર પ્રકાશન માટે સસ્તા દરો પર જમીન ફાળવવામાં આવી હતી. કંપનીએ 2008માં પોતાનું પ્રકાશન બંધ કર્યું અને સંપત્તિઓનો ઉપયોગ વાણિજ્યિક ઉદ્યમીઓ માટે કરવાનું શરૂ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp