સંપત્તિના કાયદા પર રાજકારણ: PM મોદી કોંગ્રેસની જૂની વાત શોધી લાવ્યા

PC: khabarchhe.com

કોંગ્રેસ નેતા છેલ્લાં કેટલાંક દિવસોથી અનેક રેલીમા એવું બોલી રહ્યા છે કે અમારી સરકાર બનશે તો આર્થિક અને સંસ્થાગત સર્વે કરાવીશું અને જેમની પાસે વધારે મિલ્કતો હશે તે તેમની પાસે લઇને ગરીબ લોકોમાં વ્હેંચી દઇશું. આ મુદ્દો જબરદસ્ત છેડાયો છે અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ શરૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે દરેક સભામાં રાહુલ ગાંધીની વાત કહીને નિશાન સાધી રહ્યા છે કે કોંગ્રેસ તમારી મિલ્કત છીનવી લેવા માંગે છે. તમારું મંગળસૂત્ર છીનવીને મુસલમાનોને આપી દેવા માંગે છે.

PM મોદી હવે એ શોધી લાવ્યા કે પૂર્વ પ્રધાનમંત્રી દિવગંત ઇંદિરા ગાંધીના નિધન પછી તેમના સંતાનો રાજીવ ગાંધી અને સંજય ગાંધીને સંપત્તિ મળવાની હતી, પરંતુ તે પહેલાં એવો કાયદો હતો કે અમૂક સંપત્તિ સરકાર લઇ લે. રાજીવ ગાંધી PM બન્યા ત્યારે તેમણે આ સંપત્તિનો કાયદો જ હટાવી દીધો અને બધી સંપત્તિ તેમને મળી. PM મોદી ટોણો મારી રહ્યા છે કે, જ્યારે તમારી પર આવ્યુ ત્યારે કાયદો બદલી નાંખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp