પૂનમ માડમને લોકસભામાં દ્વારકા, ખંભાળિયા વિધાનસભાએ બચાવી લીધા

PC: thehindu.com

ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમને ત્રીજી વખત ટિકિટ આપી હતી.રાજકોટમાં રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય આંદોલન ઉભું થયું તેને કારણે જામનગર બેઠક પર મુશ્કેલી ઉભી થાય તેવું લાગતું હતું, પરંતુ માડમ 2.38 લાખની લીડથી જીતી ગયા.

પૂનમ માડમને જીતાડવામાં બે વિધાનસભા બેઠકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ખંભાળિયા અને દ્રારકા વિધાનસભાએ તેમની લાજ રાખી દીધી. ખંભાળિયામાં પૂનમ માડમને 1 લાખ કરતા વધારે મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાને 60 910 મત મળ્યા. દ્રારકામાં પૂનમ માડમને 1, 05,004 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકે ઘણી મહેનત કરી હતી. દ્રારકા બેઠક પર આહીર સમાજના આગવેના અને કોંગ્રેસી નેતા મુળ કુંડારીયા ભાજપમાં જોડાઇ જવાને કારણે પણ ફાયદો થયો.

પૂનમ માડમે છેલ્લા છેલ્લા દિવસોમાં જબરદસ્ત ડેમેજ કંટ્રોલ કરી લીધી હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp