મંત્રીઓને ખાતા ફાળવાયા, નિર્મલા સીતારમનને ફરી નાણાં અને સી.આર.પાટીલને આ ખાતું

PC: twitter.com

મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી હતી, જેમાં એક મોટો નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો છે, જેમાં સરકાર PM આવાસ યોજના અંતર્ગત 3 કરોડ ઘર બનાવશે. આ નિર્ણય લીધા બાદ મંત્રીઓને ખાતાની વહેચણી પણ કરી દેવામાં આવી છે, જેમાં નીતિન ગડકરી, રાજનાથ સિંહના ખાતા જે હતા તે જ રહેવા દેવામાં આવ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સહિત તમામ કેબિનેટ મિનિસ્ટર સામેલ થયા હતા.

કોને કયું ખાતું મળ્યું...

રાજનાથ સિંહ- રક્ષા મંત્રાલય

નીતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે

સી.આર.પાટીલ- જલશક્તિ મંત્રાલય

શિવરાજસિંહ ચૌહાણ- કૃષિ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રાલય

નિર્મલા સીતારમન- નાણાં મંત્રાલય

ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રી

મનોહરલાલ ખટ્ટર- ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય

જીતનરામ માંઝી- સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

હરદીપસિંહ પૂરી- પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય

સર્બાનંદ સોનોવાલ- પોર્ટ્સ, શીપિંગ મંત્રાલય

ચિરાગ પાસવાન- ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી

કુમારસ્વામી- હેવી ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટીલ મંત્રાલય

જેપી નડ્ડા- હેલ્થ મિનિસ્ટર

અશ્વિની વૈષ્ણવ- રેલવે અને સુચના પ્રસારણ મંત્રાલય

ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરણ મંત્રાલય

મનસુખ માંડવિયા- શ્રમ મંત્રાલય,  સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી

અમિત શાહ- હોમ મિનિસ્ટ્રી

એસ.જયશંકર- વિદેશ મંત્રાલય

પિયૂષ ગોયલ- વાણિજ્ય મંત્રાલય

ગજેન્દ્ર શેખાવત- પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલય

રામ મોહન નાયડૂ- નાગરિક ઉડ્ડયન મંત્રી

કિરણ રિજિજુ-સંસદીય કાર્યમંત્રી

જ્યોતિરાદિત્ય સિંધિયા- ટેલિકોમ મિનિસ્ટ્રી

અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

રાજીવ રંજન સિંહ- પંચાયતી રાજ, પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ મંત્રાલય

વિરેન્દ્ર કુમાર- સોશિયલ જસ્ટીસ એન્ડ એન્પાવરમેન્ટ

પ્રહલાદ જોશી- કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યૂશન, રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી

જૌલ ઓરમ- ટ્રાઇબલ અફેર્સ

ગિરિરાજ સિંહ- ટેક્સટાઇલ મિનિસ્ટ્રી

કિશન રેડ્ડી- કોલ અને માઇન્સ મિનિસ્ટ્રી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp