લોકસભાની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, જણાવ્યુ ભાજપને કેટલી સીટ મળશે

PC: indiatoday.in

પૂર્વ ચૂંટણી રણનીતિકાર અને જન સૂરાજ સંગઠનના સંસ્થાપક પ્રશાંત કિશોરે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પોતાના અનુમાન બતાવ્યા છે. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો મુશ્કેલ હશે. તો પ્રશાંત કિશોરે કહ્યું કે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 370 સીટ સુધી પહોંચવાની સંભાવના નથી. જો કે, તે પશ્ચિમ બંગાળમાં આ વખત પણ ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ આ ચૂંટણીમાં 100નો આંકડો પાર કરી લેશે?

આ સવાલ પર તેમણે કહ્યું કે, તેમને લોકસભામાં કોંગ્રેસની વર્તમાન સીટની સંખ્યામાં મોટા બદલાવની સંભાવના નજરે પડે છે. જો સીટની સંખ્યા 50-55 થઈ જાય તો તેનાથી દેશની રાજનીતિ બદલાઈ નહીં જાય. મને કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામોમાં કોઈ સકારાત્મક બદલાવ નજરે પડી રહ્યા નથી. મોટા બદલાવ માટે કોંગ્રેસે 100નો આંકડો પાર કરવો પડશે. જો કે, તેમણે કહ્યું કે, તેમને નથી લાગતું કે કોંગ્રેસ 100નો આંકડો પાર કરશે. આજની તારીખમાં એ ખૂબ મુશ્કેલ છે. ભાજપના 370 સીટ જીતવાના લક્ષ્ય બાબતે પૂછવામાં આવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપે પોતાના કાર્યકર્તાઓ માટે 370નું આ લક્ષ્ય રાખ્યું છે.

લોકોએ આ 370ના ટારગેટને સાચો ન માનવો જોઈએ. દરેક નેતાને લક્ષ્ય નક્કી કરવાનો અધિકાર છે. જો તેઓ તેને હાંસલ કરી લે છે તો ખૂબ સારું છે, જો નથી કરી શકતા તો પાર્ટીએ એટલું વિનમ્ર હોવું જોઈએ કે તે પોતાની ભૂલ સ્વીકારી લે. તેમના મુજબ 2014 બાદ 8-9 ચૂંટણી એવી છે જ્યાં ભાજપ પોતાના નક્કી લક્ષ્યને હાંસલ કરી શકી નથી. પ્રશાંત કિશોર કહ્યું કે, હું કહી શકું છું કે ભાજપ એકલી 370 સીટ હાંસલ નહીં કરી શકે. તેની સંભાવના લગભગ ઝીરો જ માનું છું. જો એમ થાય છે તો મને ખૂબ આશ્ચર્ય થશે.

પ્રશાંત કિશોર મુજબ, જો સંદેશખાલી જેવી ઘટના થાય છે તો નિશ્ચિત રૂપે સત્તાધારી પાર્ટી માટે નુકસાનનું કારણ બનશે. તેમનું માનવું હતું કે ભાજપ 2019માં પશ્ચિમ બંગાળમાં મળેલી પોતાની સીટથી નીચે નહીં આવે. ગત ચૂંટણીમાં ભાજપને પશ્ચિમ બંગાળમાં 18 સીટ મળી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના સંદર્ભમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, આ યાત્રાનો સમય નથી કેમ કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp