ફ્લેટમાં પણ રાખી શકો તેવી ગાય છે આ , PM મોદીએ કરી સેવા

PC: twitter.com/ANI

મકરસંક્રાંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આવાસમાં ગૌસેવા કરતા નજરે પડ્યા. વીડિયોમાં દેખાઈ રહેલી ગાયોને લઈને લોકોના મનમાં કુતૂહલ હતું. હકીકતમાં આ ગાય પુંગનૂર બ્રીડની ગાય છે, જેમને નાનકડા ઘરમાં પણ પાળી શકાય છે. એ ખૂબ જ રેર બ્રીડ છે અને આંધ્ર પ્રદેશના પુંગનૂર ગમમાં તેની ઉત્પત્તિ થઈ છે. આ દુનિયાની સૌથી નાની બ્રીડની ગાય છે, જો કે, તેનું દૂધ ખૂબ પૌષ્ટિક માનવામાં આવે છે. વિશેષજ્ઞ આ ગાયને સોનાની ખાણ બતાવે છે. તેમનું કહેવું છે કે, પુંગનુર ગાયના દૂધમાં AU પદાર્થ જોવા મળે છે, જે સોનાનું કેમિકલ નામ છે.

આજે પણ આંધ્ર પ્રદેશમાં તિરૂપતિ તિરૂમાલા સહિત અલગ અલગ મંદિરોમાં આ ગાયનું દૂધ ખીર અભિષેકમ પ્રસાદ તૈયાર કરવામાં ઉપયોગ થાય છે. વિશેષજ્ઞો મુજબ, પુંગનુર બ્રીડની ગાયનું દૂધ ખૂબ પૌષ્ટિક હોય છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર સાયન્સીસ, GKVKથી પશુ વિજ્ઞાનના રિટાયર્ડ પ્રોફેસર ડૉ. બી.એલ. ચિદાનંદાએ જણાવ્યું કે, તેના દૂધમાં ફેટ ખૂબ વધારે હોય છે. તેમણે કહ્યું કે, એ સિવાય ઓમેગા ફેટી એસિડ્સ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર હોય છે. એ બધા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પુંગનુર બ્રીડની ગાય રોજ 1-3 લીટર દૂધ આપે છે.

તેના દૂધમાં 8 ટકા ફેટ હોય છે, જે દેશી ગાયોના દૂધના 3-4 ટકાની તુલનામાં ખૂબ વધારે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, ગાયને જો સારી રીતે રાખવામાં આવે અને તેમને સારી રીતે ખવડાવવા-પીવડાવવામાં આવે તો તેના દૂધની ક્વાલિટી વધુ સારી હશે. પુંગનુર ગાય દેખાવમાં ખૂબ સારી હોય છે અને તેને દૈવીય માનવામાં આવે છે. તેની આંખોમાં ખાસ પ્રકારની ચમક હોય છે. બ્રીડની શુદ્ધતાના આધાર પર તેની કિંમત 1 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચે હોય શકે છે. એક પશુ ચિકિત્સક મુજબ પ્રધાનમંત્રી આવાસ પર રાખવામાં આવેલી ગાયોમાં મોટા ભાગની આ જ બ્રીડની હતી.

ઉલ્લેખનીય છે કે, એક સમયે જ્યારે પુંગનુર બ્રીડની ગાયો પર નષ્ટ થઈ જવાનું જોખમ મંડરાઈ રહ્યું હતું. હાઇબ્રીડ ગાયોની તુલનામાં ઓછું દૂધ જોતા ખેડૂતોએ તેને વેચવા કે છોડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આ બ્રીડની ગાયોને બચાવવા માટે મોટા પ્રમાણ પર પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. તેને બચાવવા અને તેના સંરક્ષણની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યા. ત્યારબાદ PMO પણ આ મિશનનો હિસ્સો બન્યું હતું. એ સિવાય વૈજ્ઞાનિક સ્તર પર  પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp