IASનું ખાનગીકરણ એ અનામત સમાપ્ત કરવાની PM મોદીની ગેરંટી છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી UPSCના એક નિર્ણય પર આગબબૂલા થયા છે અને સોશિયલ મીડિયા પર કહ્યું કે, IASનું ખાનગીકરણ એ અનામત સમાપ્ત કરવાની PM મોદીની ગેરંટી છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવો, ડિરેક્ટર્સ અને નાયબ સચિવોના મુખ્ય પદો પર 'લેટરલ એન્ટ્રી' દ્વારા 45 નિષ્ણાતોની ટૂંક સમયમાં નિમણૂક કરવાના નિર્ણયની ટીકા કરી છે. આની નિંદા કરતા રાહુલે કહ્યું કે લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને SC, ST અને OBC કેટેગરીઓ માટે અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.UPSCએ શનિવારે 45 પદો માટે જાહેરખબર આપી હતી.
UPSCમાં લેટરલ એન્ટ્રી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. આને ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટ કહેવામાં આવે છે. હકીકતમાં, 2017 માં, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે બ્યૂરોક્રેસીમાં સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા નિમણૂક સિવાય, તેમણે લેટરલ એન્ટ્રી દ્વારા વરિષ્ઠ પદો પર અધિકારીઓની ભરતી પર પણ વિચાર કરવો જોઈએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ આને વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને નુકસાન પહોંચાડનાર નિર્ણય તરીકે ગણાવતા કહ્યું કે, INDIA ગઠબંધન આ રાષ્ટ્ર વિરોધી પગલાનો સખત વિરોધ કરશે.અગાઉ, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ અને BSP વડા માયાવતીએ પણ તેને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ની મનસ્વીતા ગણાવી હતી અને તેને કાવતરું અને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ લખ્યું છે કેસ નરેન્દ્ર મોદી UPSCને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વની જગ્યાઓ પર ભરતી કરીને SC, ST અને OBC કેટેગરીઓનું અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે.
રાહુલે કહ્યું કે,મેં હંમેશા કહ્યું છે કે ટોચના નોકરશાહી સહિત દેશના તમામ ટોચના હોદ્દા પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી, તેને સુધારવાને બદલે, તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે, આ UPSCની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનાનો અધિકાર પર તરાપ અને વંચિતાનો અનામત સહિત સામાજિક ન્યાયની પરિકલ્પના પર ચોટ સમાન છે.
રાહુલ ગાંધીએ આગળ લખ્યું, કેટલીક કોર્પોરેટ્સના પ્રતિનિધિઓ નિર્ણાયક સરકારી હોદ્દા પર બેસીને શું કારનામા કરશે તેનું તેનું આબેહૂબ ઉદાહરણ SEBI છે, જ્યાં ખાનગી ક્ષેત્રમાંથી આવનાર વ્યક્તિને પ્રથમ વખત અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. INDIA ગઠબંધન આ રાષ્ટ્રવિરોધી પગલાનો સખત વિરોધ કરશે જે વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને નુકસાન પહોંચાડે છે. IASનું ખાનગીકરણ એ અનામત સમાપ્ત કરવાની PM મોદીની ગેરંટી છે.
કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવો, ડિરેક્ટર્લ અને નાયબ સચિવોના મુખ્ય પદો પર ટૂંક સમયમાં 45 નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવનાર છે. સામાન્ય રીતે, આવી પોસ્ટ્સ અખિલ ભારતીય સેવાઓ - ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS) - અને અન્ય 'ગ્રુપ A' સેવાઓના અધિકારીઓ તૈનાત હોય છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શનિવારે 45 પોસ્ટ્સ માટે જાહેરાત કરી હતી, જેમાં 10 જોઈન્ટ સેક્રેટરી અને 35 ડિરેક્ટર-ડેપ્યુટી સેક્રેટરી પોસ્ટ્સનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ કરારના આધારે 'લેટરલ એન્ટ્રી' દ્વારા ભરવાની છે. જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકાર 'લેટરલ એન્ટ્રી' દ્વારા જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર-ડેપ્યુટી સેક્રેટરીના સ્તરના અધિકારીઓની નિમણૂક કરવા માંગે છે. આમ, સંયુક્ત સચિવ અથવા નિયામક-નાયબ સચિવના સ્તરે સરકારમાં જોડાવા માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા ઈચ્છતા પ્રતિભાશાળી ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp