પાછા આવશે રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીય, PMએ પુતિન સામે ઉઠાવ્યો હતો મુદ્દો

PC: thehindu.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના પ્રવાસ દરમિયાન વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ પર આખી દુનિયાની નજર હતી. એવામાં વડાપ્રધાન મોદીને આ યાત્રામાં મોટી સફળતા મળી. રશિયાએ રશિયન સેનામાં કામ કરી રહેલા બધા ભારતીય નાગરિકોને પરત મોકલવાની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના રશિયાના પ્રવાસે છે. અહી રશિયન રાષ્ટ્રપતિના નોવો ઓગારિયોવો નિવાસ પર વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઇ.

બંને નેતાઓએ એક ઔપચારિક મુલાકાત પણ કરી. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં મૈત્રીપૂર્ણ રશિયા-ભારત સંબંધ, સાથે જ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દો પર ચર્ચા થઇ. બંને નેતાઓ વચ્ચે પ્રાઇવેટ મીટિંગ થઇ અને બંનેએ સાથે ડિનર પણ કર્યું. વડાપ્રધાન મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ સાથે 22મું ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે લગભગ 5 વર્ષમાં આ વડાપ્રધાન મોદીજી પહેલી રશિયાની મુલાકાત છે. તેમણે છેલ્લી વખત રશિયનો પ્રવાસ વર્ષ 2019મા કર્યો હતો.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ 4 જુલાઇએ સંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન અગાઉ રશિયન સમકક્ષ સર્ગેઇ લાવરોવ સામે આ મામલાને ઉઠાવ્યો હતો. યુક્રેન વિરુદ્ધ રશિયા તરફથી યુદ્ધ લડતા ઓછામાં ઓછા 2 ભારતીયોના મોત થઇ ગયા છે, જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ડઝનો લોકોનો દાવો છે કે તેમને છળપૂર્વક યુદ્ધમાં સામેલ થવા મજબૂર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, અત્યારે પણ 30-40 ભારતીય રશિયન સેના સાથે કામ કરવા મજબૂર છે.

જૂનમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા 2 ભારતીય નાગરિક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં માર્યા ગયા અને ભારતે રશિયન સેનામાં સામેલ બધા નાગરિકોને જલદી મુક્ત કરવા અને વાપસીનો મામલો ઉઠાવ્યો છે. જયશંકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ઘણા ભારતીયોને રશિયન સેનામાં કામ કરવા માટે લગાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ પાછા આવશે ત્યારે જ આપણને આખી સ્થિતિ બાબતે જાણકારી મળશે, પરંતુ પરિસ્થિતિઓ જે પણ હોય, આપણાં માટે અસ્વીકાર્ય છે કે ભારતીય નાગરિક યુદ્ધ ક્ષેત્રમાં કોઇ બીજા દેશની સેનામાં હોય. ભારત આ મામલે રશિયન રક્ષા મંત્રાલયના સંપર્કમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp