ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયના ચૂંટણી એફિડેવીટ પર સવાલ, શું રેપની વાત છુપાવી?

PC: aajtak.in

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને વિધાનસભા ક્ષેત્ર નંબર 1ના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયની મુસીબતો ઓછી નથી થઈ રહી. ચૂંટણી નામાંકન દાખલ કરતી વખતે ભાજપના આ નેતાએ તેમની સામે પડતર બે કેસોનો ઉલ્લેખ કર્યો ન હતો. પશ્ચિમ બંગાળમાં બળાત્કારનો અને ડુસડુ અને છત્તીસગઢમાં નોંધાયેલા કેસમાં ફરારનો કેસ નોંધાયો હતો. હવે કોંગ્રેસ તેમને ઘેરવાની તૈયારી કરી રહી છે.

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી રહી ચૂકેલા કૈલાશ વિજવર્ગીય પર એક મહિલાએ બળાત્કારનો કેસ કરેલો છે. એની સામે વિજયવર્ગીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. એ પછી વિજયવર્ગીયએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે સામે સુપ્રીમે કહ્યુ હતું કે, નીચલી અદાલત તેમના ચુકાદા પર વિચાર કરે. મતલબ હજુ કેસ પેન્ડિંગ છે.

ઈન્દોર વિધાનસભા નંબર-1થી કોંગ્રેસના ઉમેદવાર સંજય શુક્લાના સમર્થક દીપુ યાદવ અને વકીલ રવિન્દ્રવિન સિંહ છાબરાએ છત્તીસગઢના દુર્ગના ફરાર કેસમાં ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કલેક્ટરને ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયનું નામાંકન ફોર્મ રદ કરવા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

કોંગ્રેસના ઉમેદવારના વકીલે પૂછ્યું કે, શું કૈલાશ વિજયવર્ગીય 17મી નવેમ્બર મતદાનની તારીખ પહેલા દુર્ગ કોર્ટમાં હાજર થશે? એડવોકેટે કહ્યું કે કૈલાશ વિજયવર્ગીયે પોતાની છબી ખરાબ ન થાય તે માટે આવા કિસ્સાઓ છુપાવ્યા છે. જેની ફરિયાદ ચૂંટણી પંચને લેખિતમાં કરવામાં આવી છે.

રિટર્નિંગ ઓફિસર કહે છે કે હું નામાંકનને નકારી શકવા સક્ષમ નથી. તેથી તમારે કલમ 125 હેઠળ અપીલ કરવી પડશે. એડવોકેટે કહ્યું કે અમે આ સમગ્ર મામલે અપીલ કરીશું અને જો જરૂર પડશે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવીશું.

કોંગ્રસના સવાલોની સામે કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, હું ફાલતું સવાલાનો જવાબ આપવા માંગતો નથી. મને ગંદુ રાજકારણ કરવામાં રસ નથી.

ઉપરાંત, છત્તીસગઢ કેસ પર, ભાજપ નેતાએ કહ્યું, કોઇ કાનન તિવારી આ કેસ લઇને આવ્યો છે. જેમાં મને 1990થી ફરાર જાહેર કરવામાં આવ્યો છે જે મને યાદ પણ નથી. 1990 થી, હું 7 અલગ અલગ ચૂંટણીઓ માટે ચૂંટાયો છું અને લડ્યો છું. આટલા વર્ષોથી કોઈ આવ્યું નથી અને હવે તે ક્યાંકથી શોધીને આ એપિસોડ લઈને આવ્યો છે. કૈલાશ વિજયવર્ગીયએ વિરોધીઓને કહ્યું, તમે લોકો સામસામે આવીને ન્યાયી રાજનીતિ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp