AAP પાર્ટીથી દૂરી બનાવવા પર રાઘવ ચઢ્ઢા લઈને કેજરીવાલે કહ્યું- હું જોઈ લઈશ

PC: indiatoday.in

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાઘવ ચડ્ઢાને લઈને કહ્યું કે, હું તેને નિપટી લઇશ. તેની સાથે જ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી (BJP) પર હુમલાવર રહ્યા. તેમણે કહ્યું કે, કોણ ચૂપ છે. કોણ વિદેશ જઇ રહ્યું છે, તેનાથી ભાજપને શું પરેશાની છે. એ તેમની પાર્ટીનો આંતરિક મામલો છે, એ લોકો પરસ્પર નિપટી લેશે.

છેલ્લા ઘણા મહિનાઓથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા પોતાની આંખની સારવાર કરાવવા માટે વિદેશ ગયા હતા. જ્યાંથી તેઓ થોડા દિવસ અગાઉ જ ફર્યા છે. આ વાતને લઈને ભાજપ AAP પાર્ટી પર હુમલાવર રહી છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલના જેલ જવા દરમિયાન પણ રાઘવ ચડ્ઢા ભારતમાં નહોતા, જ્યારે પાર્ટીના અન્ય ઘણા નેતા અરવિંદ કેજરીવાલ સાથે ખભા મળાવી રહ્યા હતા. તેની સાથે જ અરવિંદ કેજરીવાલે એ વાતનો ઇનકાર કરી દીધો કે તેમણે પાર્ટીના 3 રાજ્યસભા સાંસદો પાસે રાજીનામું માગ્યું હતું.

તો સ્વાતિ માલિવાલના કેસમાં પણ અરવિંદ કેજરીવાલે એ વાતથી ઇનકાર કર્યો કે માલિવાલને રાજ્યસભામાંથી રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્વાતિ માલિવાલ મામલે રાજ્યસભા કોઈ મુદ્દો જ નથી. તેમણે એ વાતની પૂરી રીતે ઇનકાર કર્યો કે રાઘવ ચડ્ઢા પાસે રાજીનામું માગ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એ ભાજપનો પ્લાન છે, જેથી એ લોકો ચૂંટણી મુદ્દાથી ધ્યાન ભટકાવી શકે.

કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી મોંઘવારીના સમાધાન પર કોઈ વાત કરતા નથી. તેણે ધ્યાન ભટકાવવા માટે શરદ પવારને ભટકતી આત્મા તો એ જ ઉદ્ધવ ઠાકરેને નકલી ઠાકરે કહે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ દરમિયાન રાઘવ ચડ્ઢા વિદેશમાં હતા. આ વાતને લઈને ભાજપ કેજરીવાલ પર જોરદાર પ્રહાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકોને ભટકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મારે પોતાના સાંસદો સાથે શું કરવાનું છે અને શું નહીં. હું એ લોકોને નિપટી લઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp