સરકાર ઈચ્છે તો હમણા લાગૂ કરી શકે છે મહિલા અનામત બિલ, રાહુલે જણાવ્યું કેવી રીતે

PC: facebook.com/rahulgandhi

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ બિલને લઇને મોદી સરકાર સામે નિશાન સાધ્યું છે.રાહુલ ગાંધીએ આ બિલમાંથી 2 જોગવાઇઓ હટાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ બિલમાં કહેવામાં આવ્યું છે કે પહેલા વસ્તી ગણતરી થશે અને પછી સીમાંકન થશે. એ પછી જ મહિલા આરક્ષણ લાગુ થશે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે આ બંને જોગવાઇઓ તાત્કાલિક હટાવી દેવામાં આવે જેથી મહિલા આરક્ષણ બિલ જેમ બને તેમ જલ્દી લાગૂ કરી શકાય. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો સરકાર ઇચ્છે તો, આ બિલ તરત જ લાગૂ કરી શકાય તેમ છે અને આગામી લોકસભાની અને વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા રિઝર્વ સીટ હોય શકે, પરંતુ સરકારની કોઇ ઇચ્છા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે મહિલા આરક્ષણ બિલ લાગૂ કરતા પહેલા વસ્તીગણતરી અને સીમાંકન કરવું પડશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આના પરથી તો એવું લાગે છે કે 10 વર્ષ પછી બિલ લાગૂ થઇ શકે છે અથવા કદાચ એવું બને કે બિલ લાગૂ જ ન થાય. એ વિશે પણ કોઇને કોઇ ખબર નથી.

આ વિશે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને એક પત્રકારે સવાલ પુછ્યો કે વર્ષ 2010માં જે બિલ કોંગ્રેસ સરકાર લઇને આવી હતી. તેમાં OBC કોટો આપવામાં નહોતો આવ્યો તો એ બાબતે તમને કોઇ પસ્તાવો છે? જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હા, મને 100 ટકા પસ્તાવો છે અને તે સમયે દ કોંગ્રેસે આ કામ કરી દેવાની જરૂર હતી.

રાહુલ ગાંધીએ મોદી સરકારની ઇચ્છા પર સવાલ ઉઠાવીને કહ્યું કે, એવું શું છે જેનાથી તમારું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે? OBC વસ્તીગણતરીથી? રાહુલે કહ્યું કે, મેં સંસદમાં એક સંસ્થા વિશે વાત કરી હતી, જે ભારત સરકાર ચલાવે છે, કેબિનેટ સચિવ અને સચિવ. મે પુછ્યું હતું કે 90 સચિવમાંથી માત્ર 3 જ OBC કેમ છે? ગાંધીએ કહ્યું કે, મને એ વાતની સમજ નથી પડતી કે રોજ પડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી OBCની વાત કરે છે, પરંતુ તેમણે એમના માટે કર્યું શું છે?

રાહુલ ગાંધીએ કહ્યું કે, શું OBC ભારતની કુલ વસ્તીના માત્ર 5 ટકા છે? શું તેમની ભાગીદારી વધારે મહત્ત્વપૂર્ણ ન હોવી જોઇએ? જો આપણે લક્ષ્ય ભારતમાં સત્તાને અધિક સમાન રીતે વહેંચણી કરવાનું છે, તો આપણે જાતિના આંકડાની આવશ્યકતા છે.સરકારે અગાઉની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવા જોઇએ અને હવે નવેસરથી શરૂઆત કરવી જોઇએ. વસ્તી ગણતરી કરવામાં વિલંબ કેમ? OBC સાંસદોનું હોવું એક માત્ર સમાધાન નથી કારણકે તેઓ નિર્ણય લેવામાં મુશ્કેલથી સામેલ થતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp