અમેઠીમાં કોંગ્રેસની યાત્રા દરમિયાન લાગ્યા 'રાહુલ ગો બેક'ના નારા

PC: hindustantimes.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશના અમેઠી પહોંચી ગઈ છે. એવામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે એક વર્ષ અગાઉ યાત્રા કાઢી હતી, અમારું લક્ષ્ય ભારતને જોડવાનું હતું. અમારી યાત્રામાં ઘણા લોકો અમારી પાસે આવ્યા, જેમાં ખેડૂતોથી લઈને મજૂર અને ગરીબ હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેઠીના લોકોએ કહ્યું હતું કે, તમારી યાત્રા અમેઠી ન આવી, તો અમે અમેઠી આવવા માટે બીજી યાત્રા કાઢી.

રાહુલ ગાંધીની આગેવાનીમાં આ યાત્રા સોમવારે અમેઠી પહોંચી. એવામાં આ દરમિયાન લોકોએ રાહુલ ગાંધી ગો બેક અને જય શ્રીરામના નારા લગાવ્યા. લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધી મંદિર ન ગયા, અમેઠી એક વખત પણ ન આવ્યા, તો હવે શું કરવા આવ્યા છે. એવામાં પોલીસે બેરિકેડિંગ કરીને લોકોને રોક્યા છતા નારેબાજી ચાલુ રહી. અમેઠીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર કટાક્ષ કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જેને પોતાના સહારાની જરૂરિયાત છે, તેઓ બીજાઓનો સહારો કેવી રીતે બનશે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, અમેઠીના લોકો ગુસ્સામાં છે કેમ કે અમેઠીના એક પૂર્વ સાંસદે વાયનાડથી અમેઠીના લોકોને સમજવાનું નિવેદન આપ્યું હતું. અમેઠીના લોકોમાં ગુસ્સો છે કેમ કે અમેઠીના પૂર્વ સાંસદે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો. આજે અમેઠીના ખાલી રસ્તાઓએ તેમનું સ્વાગત કર્યું છે. એવામાં એ પ્રતાપગઢથી લોકોને અમેઠી લાવ્યા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જે લોકો અમેઠીને સત્તાનું કેન્દ્ર માનતા હતા, જ્યારે તેઓ ગાજા-વાજા સાથે આવ્યા તો અમેઠીના લોકો તેમના સ્વાગત માટે ન પહોંચ્યા અને તેમને પ્રતાપગઢ, સુલ્તાનપુરથી લોકોને લાવવા પડ્યા. લોકો એ ન ભૂલે કે આ જ વ્યક્તિએ વાયનાડમાં ઉત્તર ભારત અને ખાસ કરીને અમેઠી બાબતે કહ્યું હતું કે અહીંના લોકોની સમજ સારી નથી, ત્યારથી લઈને અત્યાર સુધી લોકો રોષમાં છે. માહોલ એવો છે કે રાયબરેલીની સીટ પણ પરિવારે છોડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp