‘રાહુલ ગાંધી સૌથી ખતરનાક’, આખરે કંઈ વાત પર ગુસ્સે BJP સાંસદ કંગના રણૌત

PC: hindustantimes.com

બોલિવુડ એક્ટ્રેસમાંથી સાંસદ બનેલા કંગના રણૌતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને સૌથી ખતરનાક વ્યક્તિ ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે તેઓ દેશને બરબાદ કરીને થોભશે. કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, રાહુલ ગાંધી સૌથી ખતરનાક વ્યક્તિ છે, તેઓ કડવા, ઝેરી અને વિનાશકારી છે. તેમનો એજન્ડા છે કે જો તેઓ પોતે વડાપ્રધાન નહીં બની શકે તો આ દેશને બરબાદ કરીને જ થોભશે.

કંગના રણૌતે હિંડનબર્ગના રિપોર્ટને લઇને રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટ જે આપણાં શેર બજારને નિશાનો બનાવી રહ્યો હતો અને જેનું રાહુલ ગાંધી કાલે સમર્થન કરી રહ્યા હતા એ ફૂસ્સી સાબિત થયો છે. તેઓ દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા, બધુ અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ તેની સાથે જ તેમણે કટાક્ષપૂર્ણ અંદાજમાં કહ્યું કે, મિસ્ટર ગાંધી, જિંદગીભર વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઇ જાવ અને જે પ્રકારે તમે જેલસી અનુભવી રહ્યા છો, એવી જ રીતે આ દેશન લોકોના વિકાસ, ગૌરવ અને રાષ્ટ્રવાદથી સળગતા રહો. તેઓ તમને ક્યારેય પોતાના નેતા નહીં બનાવે. તમે એક કલંક છો.

આ અગાઉ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિંડનબર્ગના રિપોર્ટને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ રવિવારે વીડિયો મેસેજ જાહેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે SEBIના અધ્યક્ષ વિરુદ્ધ લાગેલા આરોપોથી સંસ્થાની પવિત્રતા સાથે ગંભીર સમજૂતી થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યો અને કહ્યું કે, હવે એ પૂરી રીતે સ્પષ્ટ થઇ ગયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની તપાસથી એટલા ભયભીત કેમ છે?

તેની સાથે જ તેમણે સવાલ કર્યો કે, શું સુપ્રીમ કોર્ટ આ મામલે ફરીથી સ્વતઃ સંજ્ઞાન લેશે? કોંગ્રેસ નેતાએ X પર જાહેર કરેલા સંદેશમાં કહ્યું કે, દેશભરના ઇમાનદાર રોકાણકારોના મનમાં સરકાર માટે ઘણા સવાલ છે. SEBIના અધ્યક્ષ માધબી પૂરી બુચે અત્યાર સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારોને ભારે કમાણી ડૂબે છે તો તેના માટે કોણ જવાબદાર હશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, SEBI અધ્યક્ષ કે ગૌતમ અદાણી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp