રાહુલ ગાંધીએ ઘરમાં બનાવી જેલી, કહ્યું- ભાજપ વાળાઓને જોઈતી હોઇ તો લઈ જાય

PC: abplive.com

વર્ષ 2023 પૂરું થવામાં છે. વર્ષના અંતિમ દિવસે રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જોઈ શકાય છે. વીડિયોમાં રાહુલ પોતાની માતા સાથે પ્રિયંકા ગાંધીની રેસિપીની મદદથી જામ એટલે કે બ્રેડ પર જે જેલી લગાવવામાં આવે છે તે બનાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ ભાજપ માટે મજાક પણ કરી છે અને સોનિયા ગાંધીએ તેનું રિએક્શન આપ્યું છે.

વીડિયોમાં સોનિયા ગાંધીએ એ પણ જણાવ્યું કે દાયકાઓ પહેલા તેઓ ભારતીય ફૂડને કેવી રીતે અપનાવતા શીખ્યા. તેણીએ કહ્યું, જ્યારે હું અહીં આવી, ત્યારે મને ભારતીય સ્વાદ, ખાસ કરીને મરચાંને અનુકૂળ થવામાં સમય લાગ્યો. તેમણે કહ્યું કે તમે બ્રિટન કે અન્ય સ્થળોના ફૂડ સાથે તાલમેલ નહીં રાખી શકો. જ્યારે હું અહીં આવી ત્યારે મને એડજસ્ટ થવામાં સમય લાગ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી સૌથી પહેલા પોતાના બગીચામાં ટોપલી વડે ફળ ચૂંટે છે. આ પછી રાહુલ સ્ટવ પર આ ફળોને કાપીને ગરમ કરે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે જો ભાજપના લોકો જામ લેવા માંગતા હોય તો લઈ શકે છે. આના પર સોનિયા ગાંધીએ રાહુલની મજાક ઉડાવતા કહ્યું કે, તેઓ તો આપણા પર ફેંકશે. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેમણે રસોઈ શીખી હતી કારણ કે ત્યારે તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો.

જ્યારે રાહુલ ફળોને ઉકળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ તેમને ખૂબ જ પરેશાન કરે છે, તે ખૂબ જ જીદ્દી છે, પરંતુ રાહુલ ખૂબ કાળજી લે છે અને આ તે છે જે તેમને રાહુલ વિશે સૌથી વધુ ગમે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સોનિયા ગાંધીની માતા ખૂબ સારી રસોઈયણ હતા. જેમણે ગાંધી પરિવારના કાશ્મીરી સંબંધીઓ પાસેથી ઘણી વાનગીઓ શીખી હતી.

રાહુલ ગાંધીએ આ વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે કે મારી બહેન પ્રિયંકા ગાંધીની રેસિપી આજે હું બનાવી રહ્યો છું.

રાહુલે લખ્યું છે કે My Kinda Jam Session અને બધાને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી. હું અને મારી માતા જામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp