રાહુલ ગાંધીએ સિવેલી ચપ્પલ થઇ કિંમતી, મોટી રકમ આપવા તૈયાર છે લોકો, પણ મોચીએ...

PC: twitter.com

પૂર્વાંચલ એક્સપ્રેસ વે નજીક વિધાયક નગર ચોક પર હાલના દિવસોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહી કોઇ નવો મોલ કે હોટલ ખૂલ્યા નથી. આ ભીડ લાગે છે એક મોચીની દુકાન પર. આ કોઇ એવા મોચીની દુકાન નથી. આ છે મોચી રામચેતની દુકાન. 26 જુલાઇ બાદ મોચી રામચેત અચાનક પ્રસિદ્ધ થઇ ગયો. રાહુલ ગાંધીને પોતાની દુકાનમાં જોઇને એક વખત રામચેતને પણ વિશ્વાસ ન થયો, પરંતુ આ એક ઘટનાએ તેની આખી જિંદગી બદલી દીધી.

રામચેતની દુકાન પર આવીને રાહુલ ગાંધીએ બુટ અને ચપ્પલ સીવ્યા હતા. રામચેતને હાથથી સીવણ કરતો જોઇને રાહુલ ગાંધીએ તેના માટે એક મશીન મોકલાવી છે. જો કે, વીજળી ન હોવાના કારણે અત્યાર સુધી રામચેત તેનો ઉપયોગ કરી શક્યો નથી. આ દરમિયાન હવે રામચેત પાસે લાખો-કરોડોની ઓફર આવી રહી છે. લોકો તેને કોલ કરીને રાહુલ ગાંધીએ સિવેલા બુટ-ચપ્પલ વેચવાની રજૂઆત કરી રહ્યા છે. તેના બદલામાં કોઇ એક લાખ તો કોઇ મોઢે માગી રકમ આપવા તૈયાર છે, પરંતુ રામચેતે ક્લિયર કરી દીધું છે કે તે આ બૂટ, ચપ્પલ સાથે શું કરશે.

રામચેતે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સીવેલા બૂટ અને ચપ્પલ માટે લોકો તેને મોઢે માગેલી રકમ આપવા તૈયાર છે, પરંતુ તે તેમને નહીં વેચે. રામચેતે કહ્યું કે, એ તેના માટે અણમોલ છે. હજાર અને લાખ શું.. કોઇ એક કરોડ પણ આપશે તો પણ તે તેને નહીં વેચે. રામચેતે જણાવ્યું કે, તે તેને ફ્રેમ કરાવીને દુકાનમાં લગાવી દેશે. જ્યાં સુધી તે જીવિત છે, તે તેને પોતાની આંખો સામે જ રાખશે. દુકાનથી ગયા બાદ રાહુલ ગાંધીએ તેના માટે સીવવાની મશીન મોકલી હતી.

સાથે જ ત્રીજા દિવસે કોલ કરીને હાલચાલ જાણ્યા હતા. બુટ-ચપ્પલ બાબતે રામચેતે કહ્યું કે, જે બૂટ રાહુલ ગાંધીએ સીવ્યા છે, તે તેના હતા, પરંતુ ચપ્પલ કોઇ ગ્રાહકના હતા, પરંતુ હવે તે તેને કોઇને નહીં આપે. તેણે જણાવ્યું કે, એક કોલ આવ્યો હતો. સામેવાળાએ કહ્યું કે, તે તેને ખોળો ભરીને નોટ આપશે. બદલામાં તેને બૂટ અને એ ચપ્પલ જોઇએ છે, પરંતુ રામચેતે ના પાડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp