રાહુલ ગાંધીની વાત સાચી પડી, ટુંક સમયમાં ED...

PC: hindustantimes.com

કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કહેલી વાત સાચી પડી છે. રાહુલે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મને EDના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે મારી ધરપકડ કરવામાં આવી શકે છે. સંસદમાં મારી અભિમન્યુ ચક્રવ્યૂહની વાત ભાજપ નેતાઓને પસંદ આવી નથી.

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલમાં નામ નહીં છાપવાની શરતે EDના અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ટુંક સમયમાં રાહુલ ગાંધીને પુછપરછ માટે બોલાવશે. EDના અધિકારીએ કહ્યુ કે એસોસિયેટેડ જર્નલ લિમિટેડની તપાસ પુરી કરીને અમે ચાર્જશીટ દાખલ કરવાનું વિચારી રહ્યા છે.

વર્ષ 20222માં રાહુલ ગાંધીને EDએ 4 વખત બોલાવીને 40 કલાક સુધી પુછપરછ કરી હતી. સોનિયા ગાંધીની પણ 2022માં 11 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp