4 પેજનો લેટર લખીને રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું, જુઓ લેટર

PC: swarajya.com

ફાઇનલી રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પોતાના રાજીનામાની ઓફિશિયલ જાહેરાત કરતા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર 4 પેજનો લેટર મૂકીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી મુક્ત થવાની જાહેરાત કરી દીધી છે. એક ઓપન લેટરમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે, અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્ત્વપૂર્ણ છે. આ કારણથી જ મેં કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું છે. તેમણે આગળ લખ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવું મારા માટે ગર્વની વાત છે.

આજે રાહુલ ગાંધી કહ્યું હતું કે, પાર્ટીમાં જેમ બને તેમ જલદી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઇએ. હવે હું આ પદ પર નથી. એટલું જ નહીં, રાહુલનું માનવું છે કે, પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી એક મહિના પહેલા જ કરી લેવાની હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોઇપણ કિંમત પર તે રાજીનામું પાછું લેવાના મૂડમાં નથી. તેમણે કહ્યું છે કે, જેમ બને તેમ જલદી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, 23 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.

રાહુલનું માનવું છે કે, પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી કરવામાં ઘણું મોડું થઇ રહ્યું છે. પાર્ટીને જલદી વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને આના પર નિર્ણય લેવો જોઇએ. સાથે જ તેમનું કહેવું છે કે, તેઓ આ પ્રક્રિયાનો હિસ્સો નહીં રહે. તેમણે એવું પણ કહ્યું છે કે, વર્કિંગ કમિટીની બેઠક ક્યારે બોલાવવામાં આવશે, એ પણ સમિતિના સભ્યો જ નક્કી કરશે. હું બેઠક નહીં બોલાવું.

 

તેમણે ટ્વીટર પર આ અંગે જાહેરાત કરતા પોસ્ટ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp