કરોડપતિ હોવા છતા રાહુલ ગાંધી પાસે પોતાનું ઘર નથી, આટલી છે સંપત્તિ

PC: thehindu.com

કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ અગાઉ દાવો કર્યો કે, તેઓ 52 વર્ષ થઇ ગયા છે, પરંતુ તેમની પાસે ઘર નથી. જો કે, તેમની પાસે 11 કરોડ રૂપિયાથી વધુની અચલ સંપત્તિ છે, જેમાં તેમના નામ પર કૃષિ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ છે. આ વાત તેમની ચૂંટણી એફિડેવિટમાં સામે આવી છે. રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, નવી દિલ્હીના મહરોલીમાં સુલ્તાનપુર ગામમાં 2 ખેતી લાયક જમીન ( 1 કરોડ 24 લાખ 33 હજાર 800 રૂપિયા અને 78 લાખ 31 હજાર 250 રૂપિયા) તેમના અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે (સંયુક્ત રૂપે) છે.

આ જમીનોની કિંમત 2 કરોડ 10 લાખ 13 હજાર 598 રૂપિયા બતાવી છે. કોંગ્રેસ સીનિયર નેતા રાહુલ ગાંધીના નામે જે કોમર્શિયલ બિલ્ડિંગ્સ છે, તેમાંથી 2 ઓફિસ સ્પેસ (B-007 અને B-008) હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ગ્રામ સિલોખેરાના સિગ્નેચર ટાવર્સમાં છે. તેને 7 કરોડ 93 લાખ 3000 977 રૂપિયાની કિંમત પર ખરીદવામાં આવી હતી, જ્યારે હાલના સમયમાં આ જગ્યાની કિંમત 9 કરોડ 4 લાખ 89 હજાર રૂપિયા છે. આ પ્રકારે રાહુલ ગાંધીના નામે કુલ 11 કરોડ 15 લાખ 2 હજાર 598 રૂપિયાની અચલ સંપત્તિ છે.

બુધવાર (3 એપ્રિલ 2024)ના રોજ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી માટે કેરળની વાયનાડ સીટથી નામાંકન પત્ર દાખલ કર્યું. બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે પાર્ટીના અન્ય કેટલાક નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે વાયનાડ જિલ્લાધિકારી (ચૂંટણી અધિકારી પણ)ને આ પત્ર સોંપ્યું. નામાંકન પત્ર દાખલ કર્યા બાદ રાહુલ ગાંધીએ સંવિધાનને બનાવી રાખવા શપથ વાંચ્યા, ત્યારબાદ કાગળ જમા કરવાની પ્રક્રિયા સંપન્ન થઈ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શપથપત્રની મહત્ત્વની વાતો

ચલ સંપત્તિ:9,24,59,264

અચલ સંપત્તિ: 11,15,02,598

દેવાદારી: 49,79, 184

ગુનાહિત કેસ: 18 પેન્ડિંગ, જેમાંથી મોટા ભાગના માનહાનિના

શિક્ષણ: કેમ્બ્રિજ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી

રાહુલ ગાંધીની ક્યાંથી આવે છે આવક?

સાંસદના સંબંધે મળતો પગાર

રોયલ્ટી ઇનકમ

રેન્ટલ ઇનકમ

બોન્ડ્સથી મળતું વ્યાજ

મ્યૂચ્યુઅલ ફંડ્સથી થતું ડિવિડેન્ટ અને કેપિટલ ગેન.

કેરળના વાયનાડમાં આ વખત રાહુલ ગાંધી સામે કોણ?

રાહુલ ગાંધી વાયનાડ લોકસભા ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ એકાઈના અઘ્યક્ષ કે. સુરેન્દ્રન અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એની રાજ વિરુદ્ધ ચૂંટણી લડશે. તેમણે વર્ષ 2019માં આ સીટથી 4 લાખથી વધુ મતો ભારે અંતરથી (10,92,197 મતોથી 7,06,367 મત હાંસલ કરીને) જીત હાંસલ કરી હતી, જ્યારે નજીકના પ્રતિદ્વંદ્વી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના પી.પી. સુનિરને માત્ર 2,74,597 વોટ મળ્યા હતા. કેરળમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલે થશે અને પરિણામ 4 જૂન 2024ના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp