લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પહેલા ઇન્ટરવ્યૂમાં બોલ્યા રાહુલ ગાંધી- ‘મોદીની..'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. ચૂંટણી પરિણામો બાદ ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીની છબી નષ્ટ થઈ ગઈ છે. મોદીની વિચારધારા નષ્ટ થઈ ગઈ છે. ભાજપના પાયાનો ઢાંચો અને ધાર્મિક વૈમનસ્યતા ફેલાવાની તેમની વિચારધારા ડગમગી ગઈ છે. નરેન્દ્ર મોદી સરકારને ટકવા માટે સંઘર્ષ કરવો પડશે. આ ચૂંટણીના અભૂતપૂર્વ પરિણામો બાદ ભારતીય રાજનીતિક પરિદૃશ્યમાં એક બદલાવ આવ્યો છે અને નરેન્દ્ર મોદી સરકારને બન્યા રહેવા માટે સંઘર્ષ કરવો પડશે.
રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીએ પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સીટોના નંબર એવા છે કે તે ખૂબ નાજુક છે અને નાનકડી ગરબડી સરકાર પડી શકે છે. સ્થિતિ એવી છે કે એક સહયોગીના બીજી તરફ વળતા જ સરકાર પડી શકે છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, મોદીના પક્ષમાં ખૂબ અસંતોષ છે અને ત્યાં ઘણા એવા લોકો છે જે તેમના સંપર્કમાં છે. જો કે, રાહુલ ગાંધીએ તેને લઈને કોઈ બીજી જાણકારી ન આપી. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, એ વિચારધારા કે તમે નફરત ફેલાવશો, ગુસ્સો ફેલાવશો અને તેનો તમને ફાયદો મળશે.
તેમણે આગળ કહ્યું કે, ભારતના લોકોએ આ ચૂંટણીમાં આ વિચારધારાને નકારી દીધી છે. આ જ કારણ છે કે આ વખત સત્તાધારી ગઠબંધન સંઘર્ષ કરશે કેમ કે 2014 અને વર્ષ 2019માં નરેન્દ્ર મોદી માટે જે કામમાં આવ્યું, એ કામ કરી રહ્યું નથી. રાહુલ ગાંધીએ ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, ઉચિત પરિસ્થિતિઓમાં વિપક્ષી INDIA ગઠબંધને શંકા વિના બહુમત હાંસલ કરી લીધું હોત. અમે લોકોએ બંધાયેલા હાથો સાથે ચૂંટણી લડી, પરંતુ જનતાએ અમારો સાથ આપ્યો.
ખેર અત્યારે તો રાહુલ ગાંધીના વાયનાડ લોકસભા સીટ છોડવાના મામલે ભારે નિવેદનબાજી થઈ રહી છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે, કોંગ્રેસના આ નિર્ણય પર ભાજપે પ્રહાર કર્યો છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, પાર્ટી પરિવારવાદને પ્રોત્સાહન આપી રહી છે. તો કોંગ્રેસના આ નિર્ણય પર CPI નેતા એની રાજાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ તેમની (કોંગ્રેસ) પાર્ટીનો નિર્ણય છે અને આ તેમનો (રાહુલ ગાંધી)નો વિશેષાધિકાર છે કે તેઓ કઇ સીટને પસંદ કરે. મેં એ સમયે (ચૂંટણીના સમયા) પણ કહ્યું હતું કે રાજનીતિક નૈતિકતા બનાવી રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp