લોકસભામાં વિપક્ષ નેતા બનતાની સાથે રાહુલ બની ગયા આટલા પાવરફૂલ
કોગ્રેસે લોકસભામાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કર્યું અને રાહુલ બુધવારે તેમની જવાબદારી સંભાળી પણ લીધી છે. વિપક્ષ નેતા બનતાની સાથે રાહુલનું કદ વધી ગયું છે. રાહુલ ગાંધીને હવે કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી ગયો છે.
વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી હવે મહત્ત્વની નિમણૂંકો જેવી કે લોકપાલ, CBI ડિરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશ્નર, સેન્ટ્રલ વિજીલન્સ કમિશ્નર, કેન્દ્રીય માહિતી કમિશ્રર, NHRCના વડા સંબધિત કમિટિના સભ્ય હશે. આ બધાની નિમણૂંકમાં રાહુલની ભૂમિકા રહેશે.
ઉપરાંત રાહુલ ગાંધી સરકારના આર્થિક નિર્ણયોની પણ સતત સમીક્ષા કરી શકશે.
રાહુલ ગાંધીને એક સુસજ્જિત સરકારી બંગલો મળશે. સચિવાલયમાં એક ઓફિસ મળશે, ખાસ સુરક્ષા વ્યવસ્થા મળશે, સરકારી ગાડી, મફત હવાઇ યાત્રા એવું ઘણું બધું મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp