ભાજપે રાજસ્થાનમાં 7 સાંસદોને ટિકિટ આપેલી, જુઓ તેમની સ્થિતિ શું છે

PC: twitter.com

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. સવારે 11-15 વાગ્યા સુધીમા જે પરિણામો જાહેર થયા તેમાં 7માંથી 3 સાંસદ આગળ ચાલી રહ્યા છે, જ્યારે 4 સાંસદો પાછળ છે. ભાજપે આ વખતે ઝોટવાડા સીટ પરથી રાજ્યવર્ધન રાઠોડ, માંડવા બેઠક પરથી નરેન્દ્ર કુમાર, સાંચોર બેઠક પરથી દેવજી પટેલ, કિશનગઢ બેઠક પરથી ભગીરથ ચૌધરી, તિજારા બેઠક પરથી બાબા બાલકનાથ, સવાઇ માધોપુરથી કિરોડી લાલ મીણી અને વિધાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા હતા.

ઝોટવાડામાં કુલ 23 રાઉન્ડની મતગણતરી થવાની છે તેમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે. રાજ્ય વર્ધન રાઠોડ 9330 વોટથી પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અભિષેક આગળ ચાલે છે

માંડવા બેઠકમાં 22 રાઉન્ડ છે અને તેમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે. નરેન્દ્ર કુમાર 6394 વોટથી પાછળ ચાલે છે. કોંગ્રેસની રીટા ચૌધરી આગળ ચાલી રહ્યા છે

સાંચોર બેઠક પર કુલ 21 રાઉન્ડ છે અને તેમાંથી 4 રાઉન્ડની ગણતરી પુરી થઇ છે. દેવજી પટેલ 10212 વોટથી પાછળ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીવારામ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.

કિશનગઢમાં કુલ 20 રાઉન્ડછે, 3 પુરા થયા છે અને ભગીરથ ચૌધરી 13736 વોટથી પાછળ છે અને ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. પહેલા નંબર પર કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ચૌધરી અને બીજા નંબર પર અપક્ષ ઉમેદવાર સુરેશ ટાંક આગળ છે.

તિજારા બેઠક પર કુલ 20 રાઉન્ડ છે અને 4 રાઉન્ડ પુરા થયા છે. આ બેઠક પરથી બાબા બાલકનાથ 16355 વોટથી આગળ છે. કોંગ્રેસના ઇમરાન ખાન પાછળ છે.

સવાઇ માધોપુરમાં 19 રાઉન્ડ છે અને તેમાંથી 3 પુરા થયા છે. કિરોડી લાલ મીણા 3506 વોટથી આગળ છે.કોંગ્રેસના દાનીશ અબ્રા પાછળ છે.

 વિદ્યાધર નગરમાં કુલ 21 રાઉન્ડમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે અને દિયા કુમારી 17502 વોટથી આગળ છે. કોંગ્રેસના સીતારામ અગ્રવાલ પાછળ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp