રાજસ્થાન: સસરા વિપક્ષમાં બેસશે અને જમાઇ સત્તાધારી પક્ષમાં
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરંપરા જાળવી રાખી છે અને કોંગ્રેસને સત્તામાંથી હટાવીને સત્તા મેળવી છે. ભાજપે 115 બેઠકો મેળવી હતી. પરંતુ રાજસ્થાનની 16મી વિધાનસભામાં એક દિલચસ્પ નજારો જોવા મળશે. રાજસ્થાન વિધાનસભામાં જમાઇ સત્તા પક્ષમાં બેસશે જ્યારે સસરા વિપક્ષમાં બેસશે.
વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ સસરા અને જમાઈની જોડીને જીત અપાવી છે.સસરા વિદ્યાધર ચૌધરી જયપુરની ફૂલેરા બેઠક પરથી જીત્યા છે, તો જમાઈ શૈલેન્દ્ર સિંહ ડીગ કુમ્હેરથી જીતવામાં સફળ થયા છે.સસરા કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને જમાઇ ભાજપ સાથે.
જમાઇ ડો. શૈલેન્દ્ર સિંહે 7895 મતોથી તેમના નજીકના પ્રતિર્સ્પધી કોંગ્રેસના ઉમેદવાર વિશ્વેન્દ્ર સિંહને હરાવ્યા હતા. વર્ષ 2018માં શૈલેન્દ્ર સિંહની હાર થઇ હતી.
ફુલેરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિદ્યાધર સિંહે ભાજપના ઉમેદવાર નિર્મલ કુમાવતને હરાવીને જીત મેળવી હતી. વિદ્યાધર સિંહને 112244 મત મળ્યા હતા જ્યારે નિર્મલ કુમાવતને 85346 મત મળ્યા હતા.
સસરા અને જમાઇ બંનેએ વિધાનસભા ચૂંટણી 2023માં જીત મેળવી છે. બંને પરિવારોમાં ખુશીનો માહોલ છે.
ભાજપે ડીગ જિલ્લાની કુમ્હેર-ડીગ વિધાનસભા બેઠક પરથી ડો. શૈલેશ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ડો. શૈલેષ સિંહ પૂર્વ કેબિનેટ મંત્રી ડો.દિગંબર સિંહના પુત્ર છે. ડૉ. શૈલેષ સિંહનો જન્મ 20 જુલાઈ 1980ના રોજ થયો હતો. ડો.શૈલેષસિંહના માતાનું નામ સ્વ. આ આશા સિંહ છે. પત્નીનું નામ ડૉ. કીર્તિ ચૌધરી છે. ડો.શૈલેષ સિંહે MBBS કર્યું છે. તેઓ એક બિઝનેસમેન છે. ડૉ. શૈલેષ સિંહ દૌસામાં એન્જિનિયરિંગ કૉલેજ અને ભરતપુરમાં નર્સિંગ કૉલેજ ચલાવે છે.
ડો. શૈલેષ સિંહ વર્ષ 2008માં ભાજપમાં જોડાયા હતા. ડો. શૈલેષ સિંહ વર્ષ 2018માં ભાજપ તરફથી ડીગ-કુમ્હેર વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા અને 8 હજાર 218 મતથી હારી ગયા હતા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ડો.શૈલેષ સિંહ બીજા ક્રમે રહ્યા હતા. ડો,શૈલેશ સિંહ અત્યારે જિલ્લા કબડ્ડી સંઘ, જિલ્લા ઓલિમ્પિક સંઘના પ્રમુછે. ઉપરાંત રાજસ્થાન કબડ્ડી સંઘના તેઓ ઉપ પ્રમુખ છે.
તો સસરા વિદ્યાધર સિંહ 35 વર્ષથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે સક્રીય રીતે સંકળાયેલા છે.તેમના પિતા હરિ સિંહ પણ રાજકારણમાં હતા. હરિ સિંહ સીકરના સાંસદ રહી ચૂક્યા હતા અને રાજસ્થાન સરકારમાં પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા હતા.
બંને પરિવારોના રાજકારણના વર્ષોથી છેડા સંકળાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp