મંત્રી પદેથી રાજીનામું આપનારા કિરોડીલાલ મીણાને શું વાંધો પડ્યો, રાજસ્થાનમાં...

PC: patrika.com

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા કિરોડીલાલ મીણા વિરોધ અને આંદોલન માટે ચર્ચામાં રહ્યા. ચર્ચામાં તેઓ અત્યારે પણ છે, પરંતુ કારણ થોડું બદલાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના એક મહિના બાદ ગુરુવારે તેમણે પાર્ટી મંત્રી મંડળમાંથી પોતાનું રાજીનામું આપવાની વાત કહી. લોકસભાની ચૂંટણી અગાઉ કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે, જો પાર્ટી દૌસા સીટ કે પૂર્વી રાજસ્થાનન લોકસભા સીટોમાંથી કોઈ પર પણ હારે છે તો તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. જો કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અત્યાર સુધી તેનું રાજીનામું સ્વીકાર્યું નથી.

હાલમાં તેમની પાસે રાજસ્થાન સરકારમાં કૃષિ અને બાગાયત, ગ્રામીણ વિકાસ, આપત્તિ મેનેજમેન્ટ અને રાહત અને નાગરિક સુરક્ષા તેમજ લોક અભિયોગ નિવારણ સહિત 4 વિભાગ છે. રાજસ્થાનમાં ગેહલોત સરકારના કાર્યકાળ દરમિયાન કિરોડીલાલ મીણા સતત વિરોધ પ્રદર્શન માટે લાઇમલાઇટમાં રહેતા હતા. પેપર લીકથી લઈને શહીદોના મુદ્દે રાજ્ય સરકારની કથિત બેદરાકરીના આરોપ સુધી, તેઓ ઘણી વખત રોડ પર નજરે પડ્યા. મીણા રાજસ્થાન પાત્રતા પરીક્ષા (REET)નું પ્રશનપત્ર લીક કેસને ઉઠાવનારા નેતાઓમાં સૌથી આગળ હતા. જેનાથી ગેહલોત સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી.

ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ નજીક આવતા જ તેમનો વિરોધ પણ તેજ થઈ ગયો. તેઓ વિપક્ષ નેતા તરીકે સૌથી આગળ નજરે પડ્યા હતા. હવે જ્યારે ભાજપ સત્તામાં છે અને કિરોડીલાલ મીણા સરકારનો હિસ્સો છે તો એ ચર્ચા શરૂ થઈ કે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને 2 ઉપમુખ્યમંત્રીઓમાંથી વરિષ્ઠ હોવા છતા તેમને માત્ર એક મંત્રીના રૂપમાં સરકારમાં સામેલ કરવામાં આવ્યા. તેમના સમર્થક માને છે કે આ પદ તેમના કદના હિસાબે ન્યાય નથી. જો કે, તેમને કૃષિ વિભાગ આપવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ્ય વિભાગને તેમના અને મદન દિલાવર વચ્ચે વહેચી દેવામાં આવ્યા હતા, જેમાં મીણાને ગ્રામીણ વિકાસ અને દિલાવરને પંચાયતી રાજ મંત્રાલય આપવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીના પરિણામ ભાજપ માટે રાજસ્થાનમાં પણ સારા નહોતા. આ દરમિયાન કિરોડીલાલ મીણા મોટા ભાગે રેલીઓ અને સભાઓમાં ગુસ્સામાં જોવા મળ્યા. જ્યાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં મીણાએ અહી સુધી કહી દીધું કે પાર્ટી દૌસા સીટ હારે છે તો તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. આ ક્ષેત્ર તેમનો ગઢ મનાવામાં આવે છે. દૌસા સિવાય ભાજપે પૂર્વી રાજસ્થાનમાં ટોંક સવાઇ, માધોપુર, કરોલી-ધોલપુર અને ભરતપુર લોકસભા સીટો પણ ગુમાવી દીધી. ત્યારબાદ મીણા પદ રાજીનામાનો ખૂબ દબાવ હતો.

કેટલાક ભાજપી નેતા કિરોડીલાલ મીણાના આ પગલાંને પ્રાસંગિકતા બનાવી રાખવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. તેમાંથી એકે કહ્યું કે, લોકસભાની ચૂંટણી બાદ મીણાને પૂર્વી રાજસ્થાનમાં પાર્ટીની સ્થિતિનો અંદાજો થઈ ગયો હશે એટલે તેમણે એક જન નેતા તરીકે પોતાની છબીને મજબૂત કરવા માટે ચિઠ્ઠી લખવાની શરૂ કરી દીધી હતી. હવે તેઓ પોતાનું રાજીનામું સોંપીને સહાનુભૂતિ કે સન્માન હાંસલ કરવાની આશા પણ રાખી રહ્યા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp