રાજસ્થાનમાં BJPએ જેને 10 દિવસ અગાઉ મંત્રી બનાવ્યા તેઓ 12570 મતોથી ચૂંટણી હાર્યા

PC: oneindia.com

રાજસ્થાનમાં શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી ચૂંટણી હારી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે ભાજપ આ પેટાચૂંટણી અગાઉ જ ટીટીને ભજનલાલ કેબિનેટમાં મંત્રી બનાવી ચૂકી હતી. એટલે આ ચૂંટણીમાં ભાજપનું ઘણું બધુ દાવ લાગ્યું હતું. કોંગ્રેસ ઉમેદવાર રૂપિન્દર સિંહ કૂન્નરે સુરેન્દ્ર પાલ ટીટીને 12 હજાર મતોથી હરાવી દીધા.

ગયા મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર અને તત્કાલીન ધારાસભ્ય ગુરમીત સિંહ કૂન્નરના નિધનના કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. કોંગ્રેસે કૂન્નરના પુત્ર રૂપિન્દર સિંહને આ સીટથી મેદાનમાં ઉતાર્યો હતો. પરિણામ જાહેર થવા અગાઉ જ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ ઉમેદવારને જીતની શુભેચ્છા આપી દીધી.

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, શ્રીકરણપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રૂપિન્દર સિંહ કૂન્નરને જીતની હાર્દિક શુભેચ્છા. આ જીત સ્વ. ગુરમીત સિંહ કૂન્નરના જનસેવા કાર્યોને સમર્પિત છે. શ્રીકરણપુરની જનતાએ ભાજપના અભિમાનને હરાવ્યું. આ અગાઉ રાજ્યમાં કુલ 199 સીટો પર વિધાનસભાની ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપે 115 સીટો પર જીત હાંસલ કરી હતી.

ભાજપ સરકારના મંત્રી મંડળનો વિસ્તાર થયો તો સુરેન્દ્ર પાલ સિંહને મંત્રી પદના શપથ અપાવ્યા. તેના પર કોંગ્રેસે આપત્તિ દર્શાવી હતી. કોંગ્રેસનું કહેવું હતું કે આ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. ઉમેદવારના હાર-જીતના પરિણામ અગાઉ જ મંત્રી પદના શપથ અપાવવા ગેરકાયદેસર છે. નિયમો મુજબ મંત્રી બન્યા બાદ સુરેન્દ્ર પાલ સિંહ પાસે ધારાસભ્ય બનવાનો 6 મહિનાનો સમય છે. 15 ડિસેમ્બરે ભાજપના નેતા ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. નવા ચૂંટાયેલા ધારાસભ્ય દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp