રૂપાલા વિવાદમાં હવે રાજકોટના રાજવી માંધાતાસિંહ પણ મેદાનમાં

પરષોત્તમ રૂપાલાની ટીપ્પણીના વિવાદને આજે 17 દિવસ થયા છે, હવે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. તેમણે એક નિવેદન આપ્યું છે. રાજવી જાડેજાએ કહ્યું કે, પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું તેનાથી હું પણ વેદના અનુભવું છું. ક્ષત્રિય સમાજની બહેનોએ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવું પડે તે વાતનો પણ રંજ છે, પરંતુ ક્ષત્રિય સમાજે ઉદાર દીલ રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઇએ.

માંધાતાસિંહ જાડેજા વર્ષ 2020માં 17માં ઠાકોર બન્યા હતા. રાજકોટના પૂર્વ રાજવી મનોહર સિંહ જાડેજાના નિધન પછી તેમના પુત્ર માંધાતાસિંહ જાડેજાના રાજકોટના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. તેમનો શપથગ્રહણ એકદમ ધામધૂમથી ઉજવાયો હતો.

માંધાતાસિંહે કહ્યું કે, હવે જ્યારે રૂપાલાએ ત્રણેક વખત માફી માંગી લીધી છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી છે ત્યારે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp