રામ, વામ અને શ્યામ મળેલા છે.., કંઈ તરફ છે મમતા બેનર્જીનો ઈશારો?

PC: ndtv.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપ પર ઉત્તર 24 પરગણામાં શાંતિ ભંગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે રામ, વામ અને શ્યામ ત્રણેય મળેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે અમે પોતાના કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરી, પરંતુ ભાજપે પોતાના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. મમતા બેનર્જીએ કહ્યું કે, TMC વિરૂદ્ધ ભાજપ, વામપંથી અને કોંગ્રેસ એટલે કે રામ, વામ અને શ્યામ એક છે.

તેમણે કહ્યું કે, અમે હંમેશાં ખોટા હોવા પર કાર્યવાહી કરીએ છીએ, પરંતુ સંદેશખાલીમાં પહેલા ED, પછી ભાજપ અને હવે મીડિયા ત્યાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ પર આરોપ છે તો અમે કાર્યવાહી કરીશું. મેં પોલીસને સ્વતઃ સંજ્ઞાન લેવા કહ્યું છે. અમારા બ્લોક પ્રમુખની ધરપકડ કરવામાં આવી. ભાંગરમાં અરાબુલ ઇસ્લામની પણ ધરપકડ કરવામાં આવી, પરંતુ ભાજપે પોતાના નેતાઓ પર શું કાર્યવાહી કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળ, મહિલા, ખેડૂત અને દલિત વિરોધી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ પર પણ પ્રહાર અને તેના પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો. જો ચૂંટણી પંચ ભાજપના આદેશ પર કામ કરી રહ્યું છે તો આપણને લડવા અને પોતાના વિચાર રાખવાનો અધિકાર છે. તેઓ અમને ડરાવવા ED અને CBIનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ દરેક જગ્યાએ અરાજકતા ઉત્પન્ન કરી રહી છે. તે એક સમુદાયને બીજા સમુદાય વિરુદ્ધ ઉશ્કેરી રહી છે.

તેમણે કહ્યું કે, આપણે ખેડૂતોને અન્નદાતા કહીએ છીએ, પરંતુ તેમની સાથે પંજાબ, દિલ્હી અને હરિયાણામાં ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમને દિલ્હી જતા રોકવામાં આવી રહ્યા છે. મની લોન્ડ્રિંગના કેસનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, એવા કેસોમાં કાર્યવાહી કરવી એક ઉચિત રીત હોય છે. જો તમારી પાસે કોઈ વિરુદ્ધ કોઈ આરોપ છે, તો તેની પહેલા તપાસ કરો, પછી આરોપ પત્ર આપો. કાયદાને પોતાની રીતે કામ કરવા દો. તમે કોઈને સળિયા પાછળ નહીં રાખી શકો. ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી દરમિયાન એમ કર્યું હતું, પરંતુ ચૂંટણી હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp