જાણો રામાયણના રામ અને BJPના ઉમેદવાર અરુણ ગોવિલ પાસે કેટલી છે સંપતિ? કરોડ...

PC: aajtak.in

2024ની લોકસભાની ચૂંટણીને લઈને બધી પાર્ટીઓ અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન નામાંકન ભરવા દરમિયાન તેમને લઈને ઘણી માહિતીઓ સામે આવે છે. મેરઠ સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અરુણ ગોવિલે મંગળવારે નાયબ મૂખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે કલેક્ટ્રેટ પહોંચીને નામાંકન ભર્યું હતું. 72 વર્ષીય ઉમેદવાર અરુણ ગોવિલ મર્સિડીઝ કારના માલિક છે. કરોડપતિઓ હોવા સાથે જ 14 લાખ કરતા વધુના દેવાદાર છે. ચાલો જાણીએ તેમની કુલ સંપત્તિ કેટલી છે, જેનો ખુલાસો તેમણે પોતાના નામાંકન ફોર્મમાં કર્યો છે.

1980ના દશકમાં રામાનંદ સાગર દ્વારા ડિરેકટેડ ધારાવાહિક 'રામાયણ'માં ભગવાન રામનો રોલ નિભાવીને જન જનમાં લોકપ્રિય થયેલા એક્ટર અરુણ ગોવિલનું આખું નામ અરુણ ચંદ્ર પ્રકાશ ગોવિલ છે. તેમણે પોતાનું નિવાસ મુંબઈ બતાવ્યું હતું. આખું એડ્રેસ, 305, 306 અમરનાથ ટાવર્સ ઓફયારી રોડ વર્સોવા અંધેરી વેસ્ટ મુંબઈ છે. અરુણ ગોવિલ પર એક પણ કેસ નથી.

શપથપત્ર મુજબ અરુણ ગોવિલે ઉત્તર પ્રદેશ બોર્ડથી 10મા ધોરણની પરીક્ષા 1966માં મેરઠ સ્થિત રાજકીય ઇન્ટર કોલજથી તેમજ 12માં ધોરણની પરીક્ષા રાજકીય ઇન્ટર કૉલેજ સહારનપુરથી પાસ કરી હતી. તેમણે વર્ષ 1972માં આગ્રા યુનિવર્સિટી સંલગ્ન શાહજહાંપુર સ્થિત જી.એફ. કોલેજથી B.scની પરીક્ષા પાસ કરી. આપવામાં આવેલા વિવરણ મુજબ અરુણ ગોવિલ પાસે 3,75,000 રૂપિયા રોકડ છે, જ્યારે બેંક અકાઉન્ટમાં 10,34,9071 રૂપિયા જમા છે.

તો અરુણ ગોવિલે શેર બજારમાં 1.22 કરોડ રૂપિયા અને મ્યૂચ્યુઅલ ફંડમાં 16.51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. એક મર્સિડીઝ કાર 2022 મોડલની છે, જેની કિંમત 62,99,000 રૂપિયા છે અરુણ ગોવિલ પાસે 20 ગ્રામ સોનાના ઘરેણાં છે, જેની કિંમત 10,93,291 રૂપિયા છે. અરુણ પાસે એક્સિસ બેંકમાં 16.4 લાખનું દેવું પણ છે. અરુણ ગોવિલની પત્ની શ્રીલેખા ગોવિલ પાસે કેશ 40,75,00 રૂપિયા છે અને બેંકમાં 80,43,149 રૂપિયા છે અને શેરમાં 143,59,555 રૂપિયા રોકાણ કરેલા છે અને અરુણના ક્રિએશનમાં 15,65,971 રૂપિયા લાગ્યા છે. શ્રીલેખા ગોવિલ પાસે 600 ગ્રામ સોનાના આભૂષણ છે, જેની કિંમત 32 લાખ રૂપિયાથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp