અભિનેત્રી જયા પ્રદા ફરાર ઘોષિત, પોલીસ શોધીને કોર્ટમાં કરશે હાજર, જાણો આખો મામલો

PC: timesnownews.com

પ્રસિદ્ધ ફિલ્મ એક્ટ્રેસ અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે અંતે ફરાર જાહેર કરી દીધા છે. વર્ષ 2019 લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર રહેલા જયા પ્રદા પર ચૂંટણી દરમિયાન રામપુરમાં આચાર સંહિતના 2 કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સુનાવણી રામપુરની MP/MLA સ્પેશિયલ કોર્ટ (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લી ઘણી બધી તારીખો પર જયા પ્રદા હાજર થયા નથી અને વારંવાર કોર્ટ તરફથી તેમને હાજર થવા માટે સમન્સ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની વિરુદ્ધ વોરંટ અને પછી નોન બેઇલેબલ વોરંટ પણ જાહેર થયા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર ન થયા.

કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ 7 વખત નોન બેઇલેબલ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસ અધિક્ષક રામપુરને વારંવાર લખીને જયા પ્રદાને રજૂ કરવાના આદેશ આપ્યા, પરંતુ તે છતા પણ હાજર ન થયા. હવે કોર્ટે મંગળવારે સખત વલણ અપનાવતા પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદાને ફરાર જાહેર કરી દીધા અને તેમની વિરુદ્ધ 82 CRPCની કાર્યવાહી કરતા પોલીસ અધિક્ષકને એક ડેપ્યુટી SPની આગેવાનીમાં ટીમ બનાવીને 6 માર્ચ 2024ના રોજ કોર્ટમાં રજૂ કરવાનું સૂચન આપ્યું છે.

તેના પર વરિષ્ઠ એડવોકેટ અમરનાથ તિવારીએ જણાવ્યું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ MP/MLA કોર્ટ રામપુરમાં જયા પ્રદા વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘન સાથે સંબંધિત કેસ ચાલી રહ્યો છે. વારંવાર સમન્સ જાહેર થવા પર પણ તેઓ કોર્ટમાં હાજર ન થયા. નોન બેઇલેબલ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યા, છતા તેઓ હાજર ન થયા. પોલીસ સ્ટેશનમાં જે રિપોર્ટ આવ્યો હતો, તેમાં રંજી દ્વિવેદી પ્રભારી નિરીક્ષકે આ રિપોર્ટ મોકલ્યો હતો કે આરોપી જયા પ્રદા પોતાની જાતને બચાવી રહ્યા છે, તેમના મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે, માનનીય કોર્ટ દ્વારા આરોપી જયા પ્રદા વિરુદ્ધ કલમ 82 CRPCની કાર્યવાહી કરતા આદેશ આપ્યો છે અને આગામી તારીખ 06/03/2024 નક્કી કરવામાં આવી છે. માનનીય કોર્ટની CGM ફર્સ્ટ MP/MLA કોર્ટ શોભિત બંસલજીની કોર્ટ દ્વારા પોલીસ અધિક્ષક રામપુરને આદેશિત કરવામાં આવ્યા છે. પોતાના આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જયા પ્રદા નહાટાની ઉપસ્થિતિ માટે ક્ષેત્ર અધિકારીને આધીન એક ટીમ બનાવવામાં આવે.

શું હોય છે કલમ 82ની કાર્યવાહી:

82 CRPCની કાર્યવાહી શું હોય છે? એમ પૂછવામાં આવતા વરિષ્ઠ એડવોકેટે જણાવ્યું કે, કલમ 82 CRPCની કાર્યવાહી જ્યારે અભિયોગ્યતા કે આરોપી ઉપસ્થિત થતા નથી તો હાજરી સુનિશ્ચિત કરાવવા માટે માનનીય કોર્ટ દ્વારા ઉદ્વઘોષણાની કાર્યવાહી કરવામાં આવે છે. તેને CRPCમાં કલમ 82ની કાર્યવાહી કહેવાય છે. તેનો અર્થ છે કે જયા પ્રદા ફરાર જાહેર થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp