સમાજના સૌથી નબળા વર્ગને પણ લૉકડાઉનમાં આર્થિક મદદ પહોંચાડાઈ છે: કેન્દ્રીયમંત્રી

PC: twitter.com/rsprasad

G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક ગઇકાલે યોજાઇ હતી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના પગલે રવિશંકર પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી સ્થિતિ માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પૂરવઠા સાંકળનું નિર્માણ કરવાની જરૂર છે અને વૈશ્વિક પૂરવઠા સાંકળો સાથે નીકટતાથી એકીકૃત રોકાણ માટે ભારતને આકર્ષક સ્થળ બનાવવાની ભારતના પ્રધાનમંત્રીની દૂરંદેશી વિશે વાત કરી હતી.

રવિશંકર પ્રસાદે, કોવિડ-19 કટોકટીના સમયમાં અન્ય દેશોની સરખામણીએ ભારતે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વ હેઠળ સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી અને બહેતર વ્યવસ્થાપન કર્યું તે અંગે આ વૈશ્વિક મિલનમાં વાત કરી હતી. કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ રોકવા માટે દેશમાં વહેલી તકે લૉકડાઉનનો અમલ કરવાના પ્રધાનમંત્રીના હિંમતપૂર્ણ નિર્ણયથી ઘણી મદદ મળી શકી હતી અને તેના કારણે આગામી સમયમાં આવનારા પડકારો સામે અસરકારક રીતે લડવાની તૈયારીઓ પણ થઇ શકી હતી. તેમણે કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થનારા ભારતના ડિજિટલ ઇનોવેશનો અંગે પણ વાત કરી હતી.

તેમણે આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન, ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા દર્દીઓ પર દેખરેખ રાખવા માટે જીઓ-ફેન્સિંગ સિસ્ટમ અને કોવિડ-19 સાવધાન જથ્થાબંધ સંદેશા વ્યવસ્થાતંત્ર જેવી પહેલ અંગે પણ આ બેઠકમાં જણાવ્યું હતું. કટોકટીના આ સમયમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગને રાહત આપવા માટે ભારત સરકારને ડિજિટલ ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઇ તેના વિશે પણ તેમણે વાત કરી હતી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પેમેન્ટ્સ જેવા ભારતના ડિજિટલ ઇનોવેશનનો ઉપયોગ કરીને સમાજના સૌથી નબળા વર્ગને પણ લૉકડાઉનના સમય દરમિયાન આર્થિક મદદ પહોંચાડવામાં આવી તે અંગે પણ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp