ઉત્તર પ્રદેશમાં હારના કારણો, PM મોદીને રિપોર્ટ સોંપાયો

PC: dnaindia.com

લોકસભા 2024ની ચૂંટણી પછી દોઢ મહિના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશની હારના કારણો અંગેનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે PM મોદીને હારના કારણોનો રિપોર્ટ સોંપીને ચર્ચા કરી હતી. 40,000 કાર્યકરો સાથે વાત કરીને 15 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટાં ચોંકાવનારી વાત એ છે કે, યોગી સરકારના અધિકારીઓએ વિપક્ષને સમર્થન આપ્યું હોવાને કારણે લોકસભા 2024માં ભાજપને UPમાં ફટકો પડ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.ઉપરાંત ભાજપના કાર્યકરોની નારાજગીને કારણે તેઓ ચૂંટણીમાં સૂસ્ત રહ્યા તે પણ એક કારણ છે. ભાજપના સમર્થકો જ ભાજપના ઉમેદવારોને મત નથી આપ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી ભરતી ન થવાને કારણે પણ ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp