કેજરીવાલને CM પદેથી હટાવવાની અરજી ફગાવીને હાઇકોર્ટે જુઓ શું કહ્યું

PC: indiatoday.in

હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણ ગુપ્તાએ દિલ્હી હાઇકોર્ટમાં PIL દાખલ કરીને કહ્યુ હતું કે, અરવિંદ કેજરીવાલ શરાબ કૌભાંડમાં જેલમાં છે ત્યારે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવો. દિલ્હી હાઇકોર્ટે વિષ્ણ ગુપ્તાની અરજી ફગાવી દેતા કહ્યું છે કે, આ અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદે રહેવું કે ન રહેવું. કોર્ટે કહ્યું આ નિર્ણય અમે ન લઇ શકીએ.

જસ્ટીસ મનમોહન અને મનમીત પ્રીત સિંહની બેંચે કહ્યું કે, આ અંગેનો નિર્ણય દિલ્હીના LG અથવા રાષ્ટ્રપતિ લઇ શકે છે. LG નિર્ણય લેવા માટે પુરી રીતે સક્ષમ છે. એમને અમારા ગાઇડન્સની કોઇ જરૂર નથી. એમને અમે સલાહ ન આપી શકીએ. વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp