અમદાવાદ ભાજપમાં ભડકો, આ મુદ્દે પાટીદાર મહિલા કોર્પોરેટરોમાં નારાજગી

PC: divyabhaskar.co.in

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહાનગર પાલિકામાં પદાધિકારીઓમાં નો રિપીટ થિયરીની વાત કરી હતી અને તે મુજબ સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદની મહાનગર પાલિકામાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું. આમ તો સુરત, વડોદરા, રાજકોટમાં નવી નિમણૂંક વિશે કોઇ ખાસ વિવાદ ઉભો થયો નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં ભાજપમાં ભડકો થયો છે. પાટીદાર સમાજની મહિલા કોર્પોરેટરોએ વ્હાલા દવલાની નીતિનો આરોપ લગાવ્યો છે.

શિતલ ડાગા

મહાનગર પાલિકાઓની પદાધિકારીઓની નિમણુંકમાં ભાજપે બધી બાબતોનું ધ્યાન રાખ્યુ હતું અને કોમ્બિનેશન સેટ કર્યા હતા. અમદાવાદમાં એક પણ પાટીદાર કોર્પોરેટને સ્થાન મળ્યું નહોતું એટલે કચવાટ પાટીદાર કોર્પોરેટરોમાં કચવાટ તો હતો જ.

AMCમાં ભાજપના દંડક તરીકે શિતલ ડાગાની નિમણુંક કરાવમાં આવી છે જેની સામે પાટીદાર મહિલા કોર્પોરેટરો નારાજ થઇ છે. તેમનો આરોપ છે કે મણિનગરના કોર્પોરેટર શિતલ ડાગા પ્રભારી ધર્મેન્દ્ર શાહના અંગત છે એટલે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા કોર્પોરેટરોનો આરોપ છે કે 5 પદાધિકારીઓમાં 2 એવા છે જે એક જ જ્ઞાતિના છે.

જાણવા મળેલી માહિતી મુજબ પાટીદાર સમાજની નારાજ મહિલા કોર્પોરેટરોએ સમાજના કેટલાંક આગેવાનો સાથે ખાનગીમાં બેઠક કરી હતી અને લગભગ 25 જેટલી મહિલા કોર્પોરેટરો ભાજપના શહેર પ્રમુખને રજૂઆત કરવા પહોંચી હતી. જો કે શહેર પ્રમુખ તેમને મળી શક્યા નહોતા.

પાટીદાર મહિલા કોર્પોરેટરોનો આરોપ છે કે કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહે પોતાના લેટર પેડ પર જ શિતલ ડાગાની દંડક તરીકેની નિમણૂંકની જાહેરાત કરી હતી. શિતલ ડાગા ધર્મેન્દ શાહના અંગત છે એટલે તેમની પસંદગી કરવામાં આવી છે.

જાણવા મળેલી માહિતી મુજબ શિતલ ડાગાની પતિના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક કોન્ટ્રાક્ટ ચાલે છે. શિતલ ડાગાના પતિ આનંદ ડાગાના AMCમાં બસ અને મેન પાવર સપ્લાય સહિતના અનેક કોન્ટ્રાકટ ચાલે છે ત્યારે શિતલ ડાગાની નિમણુંકથી ભાજપમાં ભડકો થયો છે.

મીડિયાએ જ્યારે AMCના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિને વિરોધ વિશે સવાલ પુછ્યો તો તેમણે કહ્યુ કે આ વિશે મારી પાસે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

એવું પણ જાણવા મળ્યું છે કે પાટીદાર સમાજની મહિલા કોર્પોરટરોએ AMCના અન્ય કોર્પોરેટરોને અન્યાય વિશે રજૂઆત કરી હતી.

AMCના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર એવી બન્યું છે કે વણિક સમાજના બે કોર્પોરેટરોને મહત્ત્વના પદ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp